
વોશિંગ્ટનડી.સી. સ્થિતU.S.-India Business Council (USIBC) દ્વારા ઇફકોના અધ્યક્ષ શ્રી દિલીપ સંઘાણીના નેતૃત્વ હેઠળ આવેલા PHDCCI પ્રતિનિધિ મંડળનું યજમાન પદ સ્વીકારવામાં આવ્યું હતું, જે આ બેઠક ના મહત્વ અને પ્રભાવને સ્પષ્ટ રીતે દર્શાવે છે. બેઠક પૂર્ણ થયા બાદ USIBC એ પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા મંચ પર આસંવાદ ને ભારત- અમેરિકા કૃષિસહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ તરીકે ગણાવ્યો.
USIBC એ પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે શ્રી દિલીપ સંઘાણીના નેતૃત્વ હેઠળ થયેલા વિચાર વિમર્શે કૃષિક્ષેત્રમાં ભારત અને અમેરિકા વચ્ચે ના સહકારને નવી ગતિ આપવા, સામૂહિક પડકારોના ઉકેલ શોધવા તથા ઉભરતી તકો પર અર્થપૂર્ણ ચર્ચા માટે માર્ગ મોકળો કર્યો છે. પરિષદે ખાસ કરીને નવીનતા આધારિત કૃષિ નીતિઓ, ટકાઉ કૃષિ વિકાસ, ખાદ્ય સુરક્ષા અને ખેડૂતોની સમૃદ્ધિ માટે બંને દેશો વચ્ચે મજબૂત ભાગીદારીની જરૂરિયાત પર ભાર મૂક્યો.
આ નોંધ પાત્ર છે કે અમેરિકાની પ્રતિષ્ઠિત ઉદ્યોગ અને વેપાર સંસ્થા USIBC દ્વારા આ બેઠકને જાહેર રીતે વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે, જે ભારતીય સહકારી આંદોલનની વધતી વૈશ્વિક સ્વીકાર્યતા, ઇફકોની આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા તેમજ શ્રી દિલીપ સંઘાણીના નેતૃત્વ હેઠળ ભારતી યખેડૂતોના હિતોને વૈશ્વિક મંચો પર અસરકારક રીતે રજૂ કરવાની ક્ષમતાનું પ્રમાણ છે.
બેઠક દરમિયાન કૃષિ ઉત્પાદકતા વધારવા, અદ્યતન કૃષિ ટેકનોલોજીના ઉપયોગ, જમીનના આરોગ્યમાં સુધારો, ખેડૂતોને ટેકનિકલ સહાય પૂરી પાડવા, નવીનતા આધારિત કૃષિ ઉકેલો વિકસાવવા તેમજ ખાદ્ય અને પોષણ સુરક્ષા ને વધુ મજબૂત બનાવવા જેવા મહત્વપૂર્ણ મુદ્દા ઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. બંને દેશોના કૃષિ નિષ્ણાતો, નીતિ નિર્માતાઓ અને ઉદ્યોગ પ્રતિનિધિઓ એ સહમતી વ્યક્ત કરીકે ભારત અને અમેરિકા વચ્ચે વધતો સહકાર કૃષિ ક્ષેત્રમાં નવી તકોના દ્વાર ખોલશે અને ખેડૂતોને લાંબાગાળાનો લાભ પહોંચાડશે.
શ્રી દિલીપ સંઘાણી ના નેતૃત્વ હેઠળ યોજાયેલ આ સંવાદ ભારત-અમેરિકા કૃષિ ભાગીદારીને નવી દિશા આપવા, સહકારિતા આધારિત કૃષિ વિકાસને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવવા તથા ખેડૂતોની આવક, ઉત્પાદકતા અને કૃષિ સુરક્ષાને વધુ મજબૂત બનાવવા તરફ નું એક મહત્વ પૂર્ણ પગલું માનવામાં આવે છે.
https://x.com/usibc/status/2061692872857149503?s=48





