
૮૫૦ મી.લિ., ૮૭૫ મી.લિ., ૯૦૦ મી.લિ. અને ૯૫૦ મી.લિ. જેવા ચોક્કસ માપ રખાશે ખાદ્ય તેલના પેકેટને ચોક્કસ માપના બનાવવાની સરકારની તૈયારી નવા નિયમથી ચોક્કસ માપ વિનાના પેકેટના કદની વધતી જતી પ્રથાને નિયંત્રિત કરવામાં મદદ મળશે
કેન્દ્ર સરકાર ખાદ્ય તેલના પેકેટના કદને ચોક્કસ માપના બનાવવા માટે નવા નિયમો લાવવાની તૈયારીમાં છે. ઉદ્યોગ વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, આ પગલું ગ્રાહકો માટે ભાવની પારદર્શિતા વધારશે અને ઉત્પાદકો માટે વધુ સમાન સ્પર્ધાત્મક વાતાવરણ ઉભું કરશે. આ પ્રસ્તાવિત પગલાથી હાલમાં બજારમાં જાેવા મળતા ૮૫૦ મી.લિ., ૮૭૫ મી.લિ., ૯૦૦ મી.લિ. અને ૯૫૦ મી.લિ. જેવા ચોક્કસ માપ વિનાના પેકેટના કદની વધતી જતી પ્રથાને નિયંત્રિત કરવામાં મદદ મળશે. ઉદ્યોગના પ્રતિનિધિઓનું માનવું છે કે આવા વિવિધ કદના પેકેટોને કારણે ગ્રાહકો માટે વિવિધ બ્રાન્ડની ચીજવસ્તુઓના ભાવોની તુલના કરવી અને પ્રતિ લિટર કે પ્રતિ કિલોની અસલ કિંમત સમજવી મુશ્કેલ બને છે.આ પહેલ ગ્રાહક સુરક્ષા, પારદર્શક લેબલિંગ અને ટકાઉ પેકેજિંગ પદ્ધતિઓને પ્રોત્સાહન આપવાના સરકારના વ્યાપક નિયમનકારી પ્રયાસોના ભાગરૂપે કરવામાં આવી રહી છે, અમને આનંદ છે કે ભારત સરકારે આ મહત્વપૂર્ણ મુદ્દાની નોંધ લીધી છે અને બિન-પ્રમાણભૂત ખાદ્ય તેલના પેકેટના કદની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે આગળ વધી રહી છે.શ્ૂર્ેં; એમ તેમણે ઉમેર્યું તેમ પુરી ઓઇલ મીલ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને પી. માર્ક સરસવ તેલ બ્રાન્ડના પ્રમોટર વિવેક પુરીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે છેલ્લાં ઘણા વર્ષાેથી અમે સતત આ મુદ્દો ઉઠાવતા આવ્યા છીએ કે ગ્રાહકોને સ્પષ્ટ, પારદર્શક અને સરખામણી કરી શકાય તેવી કિંમતો મળવી જાેઈએ. પ્રમાણભૂત પેકેટના કદ ગ્રાહકોને જાણકારીપૂર્વક ર્નિણય લેવામાં મદદ કરશે.





