(નીડર, નિષ્પક્ષ, તટસ્થ છગનલાલ મેવાડા) સુરત.
દેશભરના તમામ મુખ્ય માર્ગોની બાજુમાં આવેલી ફૂટપાથો નાગરિકોને ચાલવા માટે ફાળવવામાં આવી છે, નહીં કે દબાણો કરવા માટે. આ બાબતે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે કે દેશના તમામ મહત્વના રોડની ફૂટપાથો દબાણ મુક્ત હોવી જોઈએ ત્યાં કોઈપણ પ્રકારનું દબાણ ના હોવું જોઈએ અને દબાણ ના થાય તેની તકેદારી રાખવામાં આવે.
વધુમાં સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જ્યાં પણ રોડ હોય પ્રજાને ચાલવા માટે અલગથી જગ્યા ફાળવવી પણ જરૂરી છે. પગપાળા ચાલનારાઓ ભયમુક્ત બનીને ચાલી શકે તેવી વ્યવસ્થા જરૂરી છે સુપ્રીમ કોર્ટે સોમવારે કેન્દ્ર સરકારને કહ્યું હતું કે નાગરિકો મુક્ત રીતે ચાલી શકે તે માટે રોડ આસપાસની જગ્યા ફાળવવામાં આવે અને આ જગ્યા પર કોઈ પણ પ્રકારનું દબાણ ના થાય તેની તકેદારી રાખવામાં આવે.
કેન્દ્ર સરકારને આદેશ આપતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, જવાબદાર અધિકારીઓને જણાવવામાં આવે કે તેઓ પગપાળા ચાલવા માટેની જગ્યા ને દબાણ મુક્ત રાખે. સાથે જ આવી જગ્યાને મુખ્ય રોડથી અલગ રાખવામાં આવે. સુપ્રીમ કોર્ટની બેંચે એડિશનલ સોલિસિટર જનરલ ને કહ્યું હતું કે કોઈ મોટા રોકાણ કે કન્સ્ટ્રક્શન વગર આદેશનું યોગ્ય રીતે પાલન કરવામાં આવે અને જ્યાં પણ રોડ હોય ત્યાં લોકોના ચાલવા માટેની જગ્યા પણ હોવી જોઈએ. આ જગ્યા ને રોડથી અલગ રાખવા માટે પણ પગલાં લેવામાં આવે સાથે જ કોઈ પણ પ્રકારનું દબાણ ના થાય તેની પણ તકેદારી રાખવામાં આવે.
પગપાળા ચાલનારાઓને એ ભરોસો હોવો જોઈએ કે તેઓ સુરક્ષિત છે. આ મામલે હવે બે સપ્તાહ બાદ વધુ સુનાવણી કરવામાં આવશે. ત્યારે હવે જોવાનું એ છે કે સુરત મહાનગરપાલિકા સુપ્રીમ કોર્ટના આ આદેશનો કેવો અને કેટલો અમલ કરે છે? એ જ જોવું રહ્યું.





