
રામ મંદિર ટ્રસ્ટની છબી ખરડવાના પ્રયાસો થઈ રહ્યા હોવાના આક્ષેપો.અયોધ્યા રામમંદિરના દાનમાં ગેરરીતિની તપાસ માટે જીૈં્ મંદિર પરિસરમાં પહોંચી.તપાસના બે મુખ્ય પાસાઓ છે – ગુનાહિત તપાસ અને ભવિષ્ય માટે સુધારા, જે બંને પર ધ્યાન આપીને ભક્તોનો વિશ્વાસ જાળવી રાખવા પ્રયાસ કરાશે.અયોધ્યામાં રામ મંદિરના દાનમાં કથિત ગેરરીતિ અને નાણાકીય ગોટાળાના આક્ષેપો વચ્ચે તપાસ તેજ બની છે. આ સમગ્ર મામલે સત્ય બહાર લાવવા માટે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા રચાયેલી ત્રણ સભ્યોની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી) સોમવારે અયોધ્યા સ્થિત મંદિર પરિસરમાં પહોંચી હતી. રામ મંદિર ટ્રસ્ટની છબી ખરડવાના પ્રયાસો થઈ રહ્યા હોવાના આક્ષેપો અને સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ વચ્ચે, ટ્રસ્ટની વિનંતીને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ તપાસના આદેશ આપ્યા હતા. આ ટીમ તપાસ કરી રિપોર્ટ સરકારને સોંપશે. રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ સ્પષ્ટ કર્યું છે કે તપાસમાં કોઈપણ પ્રકારની ઢીલ નહીં રખાય. તપાસના બે મુખ્ય પાસાઓ છે – ગુનાહિત તપાસ અને ભવિષ્ય માટે સુધારા, જે બંને પર ધ્યાન આપીને ભક્તોનો વિશ્વાસ જાળવી રાખવા પ્રયાસ કરાશે. આ સમગ્ર વિવાદની શરૂઆત ૭ જૂનના રોજ થઈ હતી, જ્યારે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે મંદિરના દાનમાં કરોડો રૂપિયા ગાયબ હોવાનો આક્ષેપ કર્યાે હતો. જાેકે, મંદિર ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાયે તમામ આક્ષેપોને નકારી કાઢતા જણાવ્યું હતું કે આંતરિક ઓડિટની પ્રક્રિયા ચાલુ છે અને અત્યાર સુધી કોઈ પણ ગેરરીતિ સાબિત થઈ નથી.સુલતાનપુર કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલે રામ મંદિરના દાનમાં કથિત ચોરીને ‘સંપૂર્ણપણે અક્ષમ્ય’ ગણાવી છે. તેમણે દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. તેમણે કહ્યું કે, રામ મંદિર સાથે કરોડો લોકોની આસ્થા જાેડાયેલી છે. રાજ્ય સરકારે આ ગંભીર બાબતની નોંધ લીધી છે અને સત્ય બહાર લાવવા માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે, જે આ મામલાની તપાસ કરશે.





