મેલબોર્ન મીટ્સ મોદી કાર્યક્રમમાં હુમલાની ધમકી ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા PM મોદીને જાનથી મારવાની ધમકી આ ધમકી બાદ ઓસ્ટ્રેલિયન સુરક્ષા અધિકારીઓને એલર્ટ કરાયા અને તેમણે આ મામલાની તપાસ શરૂ કરી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૮ જુલાઈથી ૧૦ જુલાઈ સુધી ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાના છે. આ પ્રવાસ પહેલા તેમને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ધ ઓસ્ટ્રેલિયા ટુડેના અહેવાલ મુજબ, પીએમ મોદી સામેની આ ધમકી બાદ ઓસ્ટ્રેલિયન સુરક્ષા અધિકારીઓને એલર્ટ કરવામાં આવ્યા છે અને તેમણે આ મામલાની તપાસ શરૂ કરી છે.
તેમની મુલાકાતના શેડ્યૂલ મુજબ, પીએમ મોદી ૯ જુલાઈના રોજ ‘મેલબોર્ન મીટ્સ મોદી‘ કાર્યક્રમમાં ભાગ લેવાના છે. આ કાર્યક્રમ મેલબોર્નના માર્વેલ સ્ટેડિયમમાં યોજાવાનો છે.
આ ધમકીમાં આ કાર્યક્રમ દરમિયાન હુમલો થવાની શક્યતા છે. પીએમ મોદી સામે જાનથી મારી નાખવાની ધમકી આ કાર્યક્રમનો પ્રચાર કરતી પોસ્ટના કોમેન્ટ સેક્શનમાં આપવામાં આવી હતી.
અહેવાલો અનુસાર, અબુ મુસ્તફા નામના ફેસબુક એકાઉન્ટ પરથી એક કોમેન્ટ પોસ્ટ કરવામાં આવી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે, ઇવેન્ટ દરમિયાન સ્ટેડિયમની છત બંધ રહે તો સારું, નહીં તો તેઓ ઓસ્ટ્રેલિયા તેમના મોતને ભેટવા આવી રહ્યા છે. પોસ્ટ સામે આવ્યા પછી તરત જ આ મામલો ઓસ્ટ્રેલિયન ફેડરલ પોલીસને સોંપવામાં આવ્યો હતો.
એવું અહેવાલ છે કે તપાસ એજન્સીઓએ સોશિયલ મીડિયા પોસ્ટ સાથે સંકળાયેલ IP એડ્રેસ ઓળખી કાઢ્યું છે અને હવે તે નક્કી કરવા માટે કામ કરી રહી છે કે કોમેન્ટ કોણે કરી અને તેનો મૂળ હેતુ શું હતો. અધિકારીઓ આ કિસ્સામાં કોઈ ફોજદારી કાયદાનું ઉલ્લંઘન થયું છે કે કેમ તેની પણ તપાસ કરી રહ્યા છે.
જાેકે ઓસ્ટ્રેલિયન ફેડરલ પોલીસે હજુ સુધી તપાસ અંગે સત્તાવાર નિવેદન જારી કર્યું નથી, સ્થાનિક મીડિયા અહેવાલો સૂચવે છે કે ઓસ્ટ્રેલિયન સુરક્ષા એજન્સીઓ કોઈપણ દેશના વડા અથવા સરકારના વડા સામેની ધમકીઓને અત્યંત ગંભીરતાથી લે છે.
વડાપ્રધાન મોદીની મુલાકાત દરમિયાન સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી ઓસ્ટ્રેલિયન ફેડરલ પોલીસ, રાજ્ય પોલીસ દળો અને વિશિષ્ટ સુરક્ષા એકમો સહિત અનેક એજન્સીઓ વચ્ચે વહેંચવામાં આવશે. હાલમાં તમામ સુનિશ્ચિત કાર્યક્રમો માટે સુરક્ષા વ્યવસ્થાની વ્યાપક સમીક્ષા ચાલી રહી છે.
ઓસ્ટ્રેલિયાની તેમની મુલાકાત દરમિયાન, વડાપ્રધાન મોદી દ્વિપક્ષીય વાટાઘાટોમાં ભાગ લેશે અને ભારતીય સમુદાયને સંબોધિત કરશે. આ સંદર્ભમાં મેલબોર્નમાં આ કાર્યક્રમ ખાસ કરીને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ઓનલાઈન ધમકી બાદ, સુરક્ષા એજન્સીઓ કોઈપણ સંભવિત જાેખમો સામે સતર્ક રહે છે અને આ બાબતની સંપૂર્ણ તપાસ ચાલુ છે.





