૧૫ વર્ષ નાની ગૌરી સ્પ્રાટ બની જીવનસાથી ૬૧ વર્ષની ઉંમરમાં અભિનેતા આમિર ખાને કર્યાં ત્રીજા લગ્ન આમિર ખાને પોતાના ઘરમાં ગૌરી સાથે રજીસ્ટર મેરેજ કર્યાં : પરિવારજનો અને નજીકના મિત્રો હાજર રહ્યાં બોલીવુડ સુપરસ્ટાર આમિર ખાને ગૌરી સ્પ્રાટ સાથે લગ્ન કરી લીધા છે. આ લગ્ન મુંબઈના બાંદ્રામાં આવેલા આમિર ખાનના ઘર પર સાદાઈથી થયા છે. બંને છેલ્લા બે વર્ષ કરતા વધુ સમયથી સાથે હતા. રવિવારે એક ખાનગી ઈવેન્ટમાં તેમના પરિવારના લોકો અને ખાસ મિત્રો સામેલ થયા હતા. આમિરના પ્રવક્તાએ તેની પુષ્ટિ કરી છે. આ પ્રસંગે તેના પાછલા લગ્નના ત્રણેય બાળકો પણ હાજર રહ્યાં હતા. લગ્નના કાર્યક્રમ શરૂ થતાં પહેલા આમિરની દીકરી ઇરાન ખાન અને પુત્ર જુનૈદ ખાન તેના ઘરે પહોંચ્યા હતા. લગાન ફિલ્મના ડાયરેક્ટર આશુતોષ ગોવારિકર અને અભિનેત્રી એલી અમરાવ પણ જશ્નમાં સામેલ થયા હતા. આમિર અને ગૌરી પ્રથમવાર આશરે ૨૫ વર્ષ પહેલા મળ્યા હતા. પરંતુ બંનેનો સંબંધ ૨૦૨૪મા ત્યારે શરૂ થયો જ્યારે તેઓ બેંગલુરમાં આમિરની પિતરાઈ બહેન નુઝહત ખાન દ્વારા ફરી મળ્યા હતા. આ પહેલા આમિર ખાને ડાયરેક્ટર કિરણ રાવ સાથે લગ્ન કર્યાં હતા. બંનેની મુલાકાત ફિલ્મ લગાનના સેટ પર થઈ હતી, જ્યાં કિરણ સહાયક ડાયરેક્ટર હતી. બંનેએ ૨૦૦૫મા લગ્ન કર્યાં અને ૨૦૧૧મા સરોગેસી દ્વારા પુત્ર આઝાદ રાવ ખાનને જન્મ આપ્યો હતો. લગ્નના ૧૬ વર્ષ બાદ ૨૦૨૧મા બંને અલગ થઈ ગયા હતા. છૂટાછેડા બાદ પણ બંને સારા મિત્ર છે અને સાથે બાળકનો ઉછેર કરી રહ્યાં છે અને પાણી ફાઉન્ડેશન તથા ફિલ્મોમાં પણ સાથે કામ કરે છે. કિરણ પહેલા આમિરે વર્ષ ૧૯૮૬મા રીના દત્તા સાથે લગ્ન કર્યાં હતા. તે શરૂઆતી દિવસોમાં બંનેની લવ સ્ટોરી ખુબ ચર્ચામાં રહી હતી. આ લગ્ન લગભગ ૧૬ વર્ષ ચાલ્યા અને ૨૦૦૨મા બંનેના છૂટાછેડા થયા હતા. સંબંધ તૂટ્યા બાદ પણ આમિરે રીના સાથે સન્માનજનક સંબંધ બનાવી રહ્યો છે. હવે આમિરે પોતાની નવી યાત્રા શરૂ કરી છે, ફેન્સ અભિનેતાને શુભેચ્છા આપી રહ્યાં છે.





