કોર્ટે ભગવાન શ્રીકૃષ્ણના જન્મનો કર્યો ઉલ્લેખ નાસિક ધર્મ પરિવર્તન કેસ: ગર્ભવતી આરોપી નિદા ખાનને જામીન મળ્યા કોર્ટે નવા બાળકના ભવિષ્યને ધ્યાનમાં રાખીને આ માનવીય આધારે જામીન આપવાનો ર્નિણય લીધો છે મહારાષ્ટ્રના નાસિકથી સામે આવેલા TCS ધર્માંતરણ કેસમાં મોટી અપડેટ સામે આવી છે. આ કેસમાં આરોપી નિદા ખાન, જે પાંચ મહિનાની ગર્ભવતી છે, તેને આ અઠવાડિયે જામીન મળી ગયા છે. જામીન આપતી વખતે કોર્ટે ખૂબ જ સંવેદનશીલ અને માનવીય અભિગમ અપનાવ્યો હતો.
સ્પેશિયલ ન્યાયાધીશ કે. જી. જાેશીએ પોતાના આદેશમાં કહ્યું કે, જેલમાં બાળકનો જન્મ થવો એ કોઈપણ મહિલા અને બાળક માટે અત્યંત મુશ્કેલ અને ટ્રોમેટિક અનુભવ હોય છે. કોર્ટે આ સ્થિતિની સરખામણી ભગવાન કૃષ્ણના જન્મ સાથે કરીને કહ્યું, “ભગવાન કૃષ્ણની જેમ જેલમાં બાળકને જન્મ આપવાનો ટ્રોમા અને તેની સાથે જાેડાયેલું સમાજિક કલંક કોઈના માટે પણ સહન કરવા જેવું નથી.” કોર્ટે નવા બાળકના ભવિષ્યને ધ્યાનમાં રાખીને આ માનવીય આધારે જામીન આપવાનો ર્નિણય લીધો છે. કોર્ટે એમ પણ જણાવ્યું કે, આ કેસની તપાસ પૂરી થઈ ચૂકી છે અને પોલીસે ચાર્જશીટ પણ દાખલ કરી દીધી છે. તપાસમાં સામે આવ્યું છે કે નિદા ખાને અન્ય આરોપીઓની મદદથી ફરિયાદી મહિલાનું બ્રેઇનવોશ કરવાનો પ્રયાસ કર્યો હતો અને તેના ધર્મ તથા વિચારો બદલવાની કોશિશ કરી હતી. છતાં, નિદા ખાન સામે હાલમાં માત્ર એક જ કેસમાં ચાર્જશીટ દાખલ થઈ છે, જે દેવલાલી કેમ્પ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો છે.
આરોપો અનુસાર, નિદા ખાને પોતાની એક હિન્દુ સહકર્મી પર ધર્મ પરિવર્તન માટે દબાણ કર્યું હતું. તેણે તે મહિલાને બુરખો આપ્યો, ધાર્મિક પુસ્તકો આપ્યા અને તેના મોબાઈલમાં ધાર્મિક એપ પણ ઇન્સ્ટોલ કરી આપી હતી. આ કેસ સાથે જાેડાયેલા સાત અન્ય આરોપીઓ સામે માર્ચના અંતથી એપ્રિલની શરૂઆત વચ્ચે કુલ નવ હ્લૈંઇ નોંધાઈ છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ આખા મામલાની શરૂઆત ફેબ્રુઆરી ૨૦૨૬માં થઈ. એક રાજકીય કાર્યકર્તાએ નાસિક પોલીસને ફરિયાદ કરી હતી કે, એક કંપનીમાં કામ કરતી હિન્દુ મહિલા રમઝાનના રોજા રાખી રહી છે. ત્યારબાદ પોલીસે ગુપ્ત રીતે તપાસ શરૂ કરી. તપાસ દરમિયાન મહિલા પોલીસકર્મીઓને હાઉસકીપિંગ સ્ટાફ બનાવીને કંપનીમાં મોકલવામાં આવ્યા. તેમણે અંદરની ગતિવિધિઓ પર નજર રાખી અને પુરાવા એકત્રિત કર્યા. તપાસમાં પોલીસને જાણવા મળ્યું કે કેટલાક ટીમ લીડરો પોતાના પદનો દુરુપયોગ કરીને કર્મચારીઓ પર ધર્મ બદલવાનું દબાણ કરી રહ્યા હતા. આ પછી સાત પુરુષો અને એક મહિલાની ધરપકડ કરવામાં આવી હતી.





