(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
દિલ્હીના જંતર-મંતર ખાતે પર્યાવરણવાદી કાર્યકર સોનમ વાંગચૂકને તેમની ભૂખ હડતાળના સ્થળેથી બળજબરીથી દૂર કરીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાના એક દિવસ પછી, રવિવારે અગ્રણી અખબારોએ માત્ર પોલીસના એવા દાવાઓને પ્રકાશિત કર્યા છે કે તેઓએ હાઇકોર્ટના આદેશનું પાલન કર્યું છે. મોટાભાગના અખબારોએ તેમના પહેલા પાના પર આ વાર્તાને આવરી લીધી હતી.
ત્યારે હિંદુસ્તાન ટાઈમ્સે આ વાર્તાને પાનાંના નીચેના ભાગમાં મૂકી દીધી અને તેને માત્ર વિરોધી પક્ષોની ટિપ્પણીઓ સુધી મર્યાદિત કરી હતી. હિન્દી દૈનિક અમર ઉજાલાએ તેના પહેલા પાનાં પર આ વાર્તાનો ઉલ્લેખ કર્યો નથી. જ્યારે આ વાતને પહેલા પાનાં પર મુખ્ય સ્થાન ન આપતા , હિંદુસ્તાન ટાઈમ્સે ઉલ્લેખ કર્યો હતો કે વાંગચૂકને વિરોધ સ્થળ પરથી “બળજબરીથી દૂર” કરવામાં આવ્યા હતા.
જ્યારે ધી ઇન્ડિયન એક્સ્પ્રેસે પોલીસની કાર્યવાહીને મુખ્ય સમાચાર તરીકે મુખ્ય પૃષ્ઠ પર પ્રકાશિત કરી હતી અને કહ્યું હતું કે વાંગચૂકને હોસ્પિટલમાં “શિફટ” કરવામાં આવ્યા હતા. આમ કહેવાતા મોટા અખબારોએ મોટાભાગે પોલીસના દાવાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી પોલીસનો બચાવ કરવાનો જ બાલિશ પ્રયાસ કર્યો છે. જેમાં વિરોધીઓ પર વરસાવેલી લાઠીઓ અંગે હરફ પણ લખવામાં નથી આવ્યો.





