અમદાવાદ. ખેડબ્રહ્મામાં આયોજિત થનારા પ્રસિદ્ધ “ભાદરવી પૂનમ” મેળામાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ દર્શન અને ધાર્મિક આયોજનમાં સામેલ થવા પહોંચે છે. માનનીયા સાંસદ, સાબરકાંઠા, શ્રીમતી શોભનાબેન બારૈયા અને માનનીય સાંસદ, અમદાવાદ પશ્ચિમ, દિનેશભાઈ મકવાણા દ્વારા મંડળ રેલ પ્રબંધક, અમદાવાદ, શ્રી વેદ પ્રકાશને “ભાદરવી પૂનમ” મેળા દરમિયાન શ્રદ્ધાળુઓની સુવિધા માટે અસારવા અને ખેડબ્રહ્મા વચ્ચે વિશેષ ટ્રેન ચલાવવાની માંગણી કરવામાં આવી હતી.
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા અસારવા-ખેડબ્રહ્મા-અસારવા વચ્ચે વિશેષ મેળા ટ્રેનનું સંચાલન આજે, 19 સપ્ટેમ્બર 2026 થી શરૂ કરી દેવામાં આવ્યું છે. આ અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેન 01 ઓક્ટોબર 2026 સુધી દરરોજ સંચાલિત કરવામાં આવશે.
ટ્રેનનું સમયપત્રક અને વિગતો :
• ટ્રેન નંબર 09405 અસારવા-ખેડબ્રહ્મા સ્પેશિયલ 19 સપ્ટેમ્બરથી 01 ઓક્ટોબર 2026 સુધી દરરોજ અસારવાથી સવારે 09:35 કલાકે પ્રસ્થાન કરશે તથા આ ટ્રેન નરોડા 09.43/09.45 કલાકે, હિમ્મતનગર 10.58/11.00 કલાકે, વડાલી 11.40/11.42 કલાકે અને 12:10 કલાકે ખેડબ્રહ્મા પહોંચશે.
• ટ્રેન નંબર 09406 ખેડબ્રહ્મા-અસારવા સ્પેશિયલ 19 સપ્ટેમ્બરથી 01 ઓક્ટોબર 2026 સુધી દરરોજ ખેડબ્રહ્માથી બપોરે 15:35 કલાકે પ્રસ્થાન કરશે તથા વડાલી 15.43/15.45 કલાકે, હિમ્મતનગર 16.23/16.25 કલાકે, નરોડા 17.23/17.25 કલાકે અને 18:10 કલાકે અસારવા પહોંચશે.
સ્ટોપેજ અને કોચ સંરચના :
• સ્ટોપેજ : આ ટ્રેન બંને દિશાઓમાં નરોડા, હિમ્મતનગર અને વડાલી સ્ટેશનો પર રોકાશે.
• રેક અને ક્લાસ : આ ટ્રેન 08 કોચ વાળી MEMU રેકથી સંચાલિત થશે, જેમાં તમામ કોચ અનરિઝર્વ્ડ સેકન્ડ ક્લાસના હશે.
ટ્રેનોના સમય, સ્ટોપેજ અને વિગતવાર માહિતી માટે યાત્રી રેલવેની અધિકૃત વેબસાઈટ www.enquiry.indianrail.gov.in પર વિઝિટ કરી શકે છે.




