આવારપન ટુ ફિલ્મ માટે નિવૃત્તિ પાછી ખેંચી અરિજિત સિંહની નિવૃત્તિનો અંત, નવું ગીત રજૂ થયું વિશેષ ફિલ્મ્સની જ મર્ડર ટુ સાથે અરિજિતે કેરિયર શરુ કરી હતી ફિલ્મ ‘આવારાપન ટુ ‘૧૪ ઓગસ્ટે સિનેમાઘરોમાં રજૂ થશે એક સમયે હું હવે નહીં ગાઉ એમ કહી નિવૃત્તિ જાહેર કરનાર લોકપ્રિય ગાયક અરિજિતસિંહનું નવું ગીત સ્ટ્રિમિંગ પ્લેટફોર્મ્સ પર સ્ટ્રિમ થયું હતું. ‘આવારાપન ટુ’ ફિલ્મનું ગીત યેહ આવારાપન ૨૧ જુલાઇએ રજૂ કરવામાં આવ્યું હતું. ‘આવારાપન ટ’ુ ફિલ્મ બનાવનાર બેનર વિશેષ ફિલ્મ્સ સાથે ગાયક અરિજિતસિંહના સંબંધો પંદર વર્ષથી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર વિશેષ ભટ્ટે જણાવ્યા મુજબ રશ્મિ વિરાગ લિખિત અને અમાલ મલિક દ્વારા સંગીતબદ્ધ કરવામાં આવેલું આ ગીત અરિજિતસિંહે ગાયું છે.ઇમરાન હાશમી, દિશા પટણી અને શબાના આઝમી અભિનિત આ ફિલ્મ ‘આવારાપન ટુ ‘૧૪ ઓગસ્ટે સિનેમાઘરોમાં રજૂ થવાની છે. ફિલ્મનું ર્નિદેશન નિતિન કક્કરે કર્યું છે. વિશેષ ફિલ્મ્સની ‘મર્ડર ટુ’ ફિલ્મમાં ફિર મોહબ્બત ગીત ગાઇને અરિજિતસિંહે પોતાની કારકિર્દી શરૂ કરી હતી.





