કોની થશે તૃણમૂલ કોંગ્રેસ? મમતા બેનરજીની અરજી પર સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને ડેડલાઇન આપી દીધી સુપ્રીમ કોર્ટે TMC ના નામ અને ફૂલ-ઘાસ પ્રતિક વિવાદ મામલે ચૂંટણી પંચને ૩ મહિનામાં અંતિમ ર્નિણય લેવાનો નિર્દેશ આપ્યો
સુપ્રીમ કોર્ટે તૃણમૂલ કોંગ્રેસના નામ અને ફૂલ અને ઘાસ ચૂંટણી પ્રતિકના વિવાદ પર ચૂંટણી પંચને ત્રણ મહિનાની અંદર આખરી ર્નિણય લેવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે તમામ પક્ષોને ચાર અઠવાડિયાની અંદર પોતાની દલીલો અને દસ્તાવેજાે રજૂ કરવા માટે કહ્યું છે. સુપ્રીમ કોર્ટે સોમવારે TMC ના નામ અને સિમ્બોલના કેસ પર સુનાવણી કરતા ચૂંટણી પંચને ત્રણ મહિનામાં ર્નિણય કરવાનો નિર્દેશ આપ્યો છે. ચૂંટણી પંચને વિવાદ પર આખરી ર્નિણય માટે ચૂંટણી પ્રતિક આદેશ હેઠળ સમય આપવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે, ત્રણ મહિનાનો આ સમયગાળો ચાર અઠવાડિયા પછી શરૂ થશે. સુપ્રીમ કોર્ટે સોમવારે આ કેસમાં સુનાવણી કરતા કહ્યું કે, તૃણમૂલ કોંગ્રેસના નામ અને ફૂલ અને ઘાસ વાળા ચૂંટણી પ્રતિકને લઈને ચાલી રહેલા વિવાદ પર ર્નિણય લેવા માટે ચૂંટણી પંચ પાસે ત્રણ મહિનાનો સમય પૂરતો છે.
જાેકે, ખાસ વાત એ છે કે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, આ ત્રણ મહિનાનો સમયગાળો ચાર અઠવાડિયા પછી શરૂ થશે. કોર્ટે આ મામલે તમામ પક્ષોને ચાર અઠવાડિયાની અંદર પોતાની દલીલો અને દસ્તાવેજાે રજૂ કરવા કહ્યું છે. ત્યારબાદ ચૂંટણી પંચે ત્રણ મહિનાની અંદર ર્નિણય લેવાનો રહેશે. આ કેસમાં ચૂંટણી પંચને ચૂંટણી પ્રતિક આદેશ ના પેરા ૧૫ હેઠળ વિવાદ પર આખરી ર્નિણય લેવા માટે ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો છે. TMC સિમ્બોલ વિવાદ પર ચૂંટણી પંચે પુરાવાઓ અને એફિડેવિટની સંખ્યાને ધ્યાનમાં રાખીને, દલીલો પૂર્ણ થયા પછી ઓછામાં ઓછો છ મહિનાનો સમય માંગ્યો હતો. પરંતુ સુપ્રીમ કોર્ટે ત્રણ મહિનાનો સમય આપ્યો છે. આ કેસમાં જસ્ટિસ જાેયમાલ્ય બાગચી એ કહ્યું, ત્રણ મહિના પૂરતા છે.
નોંધનીય છે કે, પશ્ચિમ બંગાળમાં ગત પેટાચૂંટણી માટે ચૂંટણી પંચે TMC ના બંને હરીફ જૂથોને ચૂંટણી પ્રતિક ફાળવ્યા હતા. મમતા બેનર્જી જૂથને મમતા ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ નામ અને ફૂટબોલ ખેલાડી સિમ્બોલ આપવામાં આવ્યો હતો, જ્યારે બળવાખોર જૂથને ડેમોક્રેટિક તૃણમૂલ કોંગ્રેસ અને લિફાફા (કવર) ચૂંટણી પ્રતિક આપવામાં આવ્યું હતું. જાેકે, આ વચગાળાનો આદેશ હતો. હવે આ મામલે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને આખરી ર્નિણય લેવા માટે ત્રણ મહિનાનો સમય આપ્યો છે.




