વૈજ્ઞાનિક અભ્યાસમાં ખુલાસો મોબાઇલ ફોનથી બ્રેઇન કેન્સર થતું હોવાના કોઈ પુરાવા નથી મોબાઇલ ફોનના ઉપયોગથી મગજના કેન્સરનું જાેખમ વધતું હોત તો છેલ્લા દાયકાઓમાં આવા કેસોમાં ઉછાળો આવ્યો હોત એક નવા વૈજ્ઞાનિક અભ્યાસમાં ખુલાસો થયો છે કે મોબાઇલ ફોનમાંથી નીકળતા ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગોથી મગજ, માથા અથવા ગરદનનું કેન્સર થતું હોવાના કોઇ વૈજ્ઞાનિક પુરાવા મળ્યા નથી. આ નવા અભ્યાસથી છેલ્લા બે દાયકામાં મોબાઇલ ફોનના વ્યાપક ઉપયોગથી મગજના કેન્સરનું જાેખમ વધતુ હોવાની અટકળો પર પૂર્ણવિરામ મુકાયું છે. ૨૦૧૯માં વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગોની આરોગ્ય પરની અસર જાણવા માટે ૧૩ વૈજ્ઞાનિક સમીક્ષાઓ કરાવવાનો ર્નિણય લીધો હતો. નવા અભ્યાસમાં આ સમીક્ષાઓના તારણોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. તેમાં સ્પષ્ટ થયું છે કે મોબાઇલ ફોનમાંથી નીકળતા ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગો મગજ, માથા અથવા ગરદનના કેન્સરનું કારણ બને છે તેવા કોઈ પુરાવા નથી.WHO ની ૧૩ સમીક્ષાઓનો હેતુ એ સમજવાનો હતો કે ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગોની આરોગ્ય પરની અસર અંગે અત્યાર સુધી શું જાણવામાં આવ્યું છે અને કયા ક્ષેત્રોમાં વધુ સંશોધનની જરૂર છે. WHO એ હજુ સુધી તમામ સમીક્ષાઓ પર અંતિમ અહેવાલ જાહેર કર્યાે નથી, પરંતુ મગજના કેન્સર અંગેની સમીક્ષા કરનારા બે સંશોધકોએ પોતાના તેમજ અન્ય સમીક્ષાઓના મુખ્ય તારણો પ્રકાશિત કર્યા છે.સંશોધકોએ ૧૯૯૪થી ૨૦૨૨ દરમિયાન પ્રકાશિત થયેલા ૬૩ અલગ-અલગ અભ્યાસોનું વિશ્લેષણ કર્યું હતું. તેમા જાણવા મળ્યું છે કે મોબાઇલ ફોનના ઉપયોગ અને મગજ, માથા અથવા ગરદનના કેન્સર વચ્ચે કોઈ સંબંધ જાેવા મળ્યો નથી. વ્યક્તિ કેટલો સમય મોબાઇલનો ઉપયોગ કરે છે અથવા ૧૦ વર્ષથી વધુ સમયથી મોબાઇલ વાપરે છે કે નહીં. તેનાથી પણ કેન્સરનું જાેખમ વધતું હોવાનું કોઈ પુરાવું મળ્યું નથી.આ જ સમીક્ષામાં રેડિયો અને ટેલિવિઝન ટ્રાન્સમિશન તથા બાળકોમાં લ્યુકેમિયા વચ્ચે પણ કોઈ સંબંધ મળ્યો નથી. માનવો પર થયેલા અન્ય અભ્યાસોમાં પણ મોબાઇલ ફોન અને અન્ય ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગો છોડતા ઉપકરણોથી સ્વાસ્થ્યને નુકસાન થતું હોવાના કોઈ પુરાવા મળ્યા નથી.સંશોધકોએ જણાવ્યું હતું કે જાે મોબાઇલ ફોનના ઉપયોગથી ખરેખર મગજના કેન્સરનું જાેખમ વધતું હોત તો છેલ્લા દાયકાઓમાં આવા કેસોમાં નોંધપાત્ર વધારો જાેવા મળ્યો હોત, પરંતુ ઓસ્ટ્રેલિયામાં ૧૯૮૦ના દાયકાથી મગજના કેન્સરનો દર લગભગ સ્થિર રહ્યો છે. ૧૯૮૦ના દાયકામાં મોબાઇલ ફોનનો વ્યાપક ઉપયોગ પણ શરૂ થયો નહોતો.અભ્યાસના લેખકોના જણાવ્યા મુજબ, વિજ્ઞાન ક્યારેય કોઈ જાેખમ સંપૂર્ણપણે અસ્તિત્વમાં નથી એવું સાબિત કરી શકતું નથી. WHO ની સમીક્ષાઓનો હેતુ ભવિષ્યમાં કયા ક્ષેત્રોમાં વધુ સંશોધનની જરૂર છે તે નક્કી કરવાનો પણ છે, જેથી નવી ટેન્કોલોજી સાથે સલામતીના ધોરણો સતત અપડેટ થઈ શકે.





