હિંસાથી મન દુ:ખી, દેશવિરોધી શક્તિઓ આંદોલનનો ગેરલાભ ન ઉઠાવે : ધર્મેન્દ્ર પ્રધાન શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર નીટ પરીક્ષાનું પેપર ફૂટ્યા બાદ થયેલા વિરોધ પ્રદર્શનને પગલે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને નૈતિક જવાબદારી સ્વીકારીને પોતાનું રાજીનામું ધરી દીધું છે
એક બાજુ જ્યાં જંતર મંતર પર વિરોધ પ્રદર્શનમાં અને બિહારમાં ચાલતા આંદોલનમાં હિંસાના સમાચાર આવી રહ્યા છે ત્યાં મોટા સમાચાર એ આવ્યા કે કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધુ. નીટ યુજી પરીક્ષામાં થયેલી ગડબડીને લઈને દેશભરમાં ચાલી રહેલા વિવાદ અને આંદોલનને પગલે તેમણે આ ર્નિણય લીધો. ધર્મેન્દ્ર પ્રધાને સોશિયલ મીડિયામાં આ જાહેરાત કરી અને રાજીનામાનું કારણ પણ આપ્યું.
પત્રમાં લખ્યું છે કે હું છેલ્લા ૪ દાયકાથી વધુ સમયથી વિદ્યાર્થી, શિક્ષક અને શિક્ષણ સુધારણા માટે સમર્પિત રહ્યો છું. મારો હંમેશા એવો વિશ્વાસ રહ્યો છે કે એક સશક્ત, સમાવેશી અને દૂરંદેશી શિક્ષણ વ્યવસ્થા જ સશક્ત રાષ્ટ્રની આધારશિલા હોય છે. હું દેશના યુવાનોની આકાંક્ષાઓ, ભાવનાઓ અને તેમની ન્યાયી અપેક્ષાઓનું ઊંડું સન્માન કરું છું. ભારતની યુવા પેઢીના સપનાઓને સાકાર કરવા એ આપણા બધાના રાજકીય અને સામાજિક જીવનનો નૈતિક સંકલ્પ રહ્યો છે. આદરણીય વડાપ્રધાનજીના દૂરંદેશી નેતૃત્વમાં રાષ્ટ્રની સેવા કરવાનો જે અવસર મને મળ્યો તે માટે હું વડાપ્રધાનજીનો આભાર વ્યક્ત કરું છું.
પરંતુ ૩ મે ૨૦૨૬ના રોજ યોજાયેલી NEET-UG ની પરીક્ષામાં સામે આવેલી અનિયમિતતા જાેવા મળી. ભારત સરકારે આને તાત્કાલિક ધ્યાનમાં લઈને તપાસCBI ને સોંપી અને પરીક્ષા રદ કરી તથા ફરીથી પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી. આ સાથે જ આગામી વર્ષથી આ પરીક્ષા સીબીટી(Computer-based-test) મોડમાં યોજવાનો ર્નિણય લેવામાં આવ્યો. આ દરમિયાન આપણી મુખ્ય પ્રાથમિકતા એ રહી કે ૨૦ લાખથી વધુ વિદ્યાર્થીઓની પરીક્ષા સુચારુ રીતે આયોજિત થાય. આ માટે Whole of Government Approach (સમગ્ર સરકારના અભિગમ) હેઠળ કામ કરવામાં આવ્યું. જેમાં ભારત સરકારની સાથે રાજ્ય સરકાર, ખાસ કરીને જિલ્લા વહીવટીતંત્રની મહત્વપૂર્ણ ભૂમિકા રહી. સાથે જ, વિદ્યાર્થીઓ અને વાલીઓના સહયોગથી ૨૧ જૂન ૨૦૨૬ના રોજ આ પરીક્ષા પૂર્ણ થઈ.
પહેલા જ દિવસથી, આના પર મેં જવાબદારી લીધી અને આ પરિસ્થિતિથી ક્યારેય મોં નથી ફેરવ્યું. મારો એ સંકલ્પ હતો કે આપણે કોઈ પણ તેજસ્વી વિદ્યાર્થીની સંભાવનાઓને પરીક્ષા માફિયાઓના કારણે ખરાબ નહીં થવા દઈએ, કોઈ પણ વિદ્યાર્થી સાથે અન્યાય નહીં થવા દઈએ.
૧૬ જુલાઈના રોજ જાહેર થયેલા નીટ-યુજીના પરિણામો સંતોષકારક રહ્યા જેમાં ગરીબ પૃષ્ઠભૂમિમાંથી આવેલા ઘણા તેજસ્વી વિદ્યાર્થીઓને પણ સફળતા મળી.પરંતુ આ દરમિયાન પણ ઘણા વિદ્યાર્થીઓને ગુમરાહ કરવા માટે જવાબદાર પદો પર બેઠેલા વ્યક્તિઓએ અડચણો ઊભી કરવાનો પ્રયાસ કર્યો, જેનાથી મન અત્યંત વ્યથિત થયું.
હું હંમેશાં આપણા લોકશાહીના સામર્થ્યમાં અટૂટ વિશ્વાસ ધરાવનારો રહ્યો છું અને યુવાનોની આકાંક્ષાઓ, સપનાઓ અને અપેક્ષાઓનું ઊંડું સન્માન કરતો આવ્યો છું. તેઓ માત્ર ભારતનું ભવિષ્ય જ નથી, પરંતુ એક નવા અને વિકસિત ભારતના વાહક, નિર્માતા અને ભવિષ્યના શિલ્પી પણ છે. છેલ્લા ૧૦ દિવસના ઘટનાક્રમ જાેઈને મારું મન દુ:ખી છે. આ મારા માટે વ્યક્તિગત પ્રતિષ્ઠાનો વિષય નથી. ભારતની યુવાશક્તિ જ આ દેશની સાચી તાકાત છે. દેશની યુવાશક્તિને ભ્રમના ચક્રવ્યૂહમાં ફસાવા નહીં દઈએ, એ જ મારો સંકલ્પ છે. જંતર-મંતર પર અને દેશમાં જે પરિસ્થિતિ બની છે, આ પરિસ્થિતિનો રાષ્ટ્રવિરોધી તાકાતો લાભ ન ઉઠાવે, દેશની એકતા જળવાઈ રહે, ભારતના એક પણ વિદ્યાર્થીનું ભવિષ્ય કાનૂની ગૂંચવણોમાં ન અટવાય, આપણા બાળકો પોતાનો સમય અભ્યાસમાં લગાવે, કરિયર બનાવવા પર ફોકસ કરે, આ જ વાત પર વિચાર કરીને મેં મારું રાજીનામું આદરણીય વડાપ્રધાનજીને મોકલી આપ્યું છે. હું આદરણીય વડાપ્રધાનજીના માર્ગદર્શન, વિશ્વાસ અને સતત સહયોગ માટે હાર્દિક કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. સાથે જ, મંત્રીપરિષદના મારા તમામ સન્માનિત સહયોગીઓ, મંત્રાલયના અધિકારીઓ અને કર્મચારીઓ તથા એ તમામ વ્યક્તિઓનો પણ આભાર વ્યક્ત કરું છું, જેમની સાથે મને કામ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. રાષ્ટ્રસેવા મારા જીવનની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. હું આના માટે હંમેશા સમર્પિત રહીશ. પ્રભુ શ્રી જગન્નાથજીના આશીર્વાદથી હું ભવિષ્યમાં પણ ભારત માતા, ઓડિશાની જનતા તથા દેશના યુવાનોની આકાંક્ષાઓ પૂર્ણ કરવા માટે દરેક શક્ય રીતે મારી જાતને સમર્પિત રાખીશ.





