(નીડર, નિષ્પક્ષ, અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત
ભારતની સુપ્રિમ કોર્ટે બંધારણના આર્ટિકલ ૧૪૨ નો ઉપયોગ કરીને એક રીટાયર્ડ કર્મચારીને રીટાયરમેન્ટ અને પેન્શન સાથે જોડાયેલા તમામ લાભો આપવાનો હુકમ કર્યો છે. નવાઈની વાત એ છે કે આ કર્મચારીએ બોગસ કોમ્યુનિટી સર્ટિફિકેટને આધારે ૨૫ વર્ષ સુધી નોકરી કરી હતી. જસ્ટીસ અરવિંદકુમાર અને જસ્ટીસ વિપુલ એમ પંચોલીની બેંચે જૂનીયર એન્જિનીયરની અપીલ સાંભળી હતી.
૧૯૯૪ માં એમણે ' ટોકરેકોળી' અનુસૂચિત જનજાતિના કોમ્યુનિટી સર્ટિફિકેટને આધારે મુંબઈ કોર્પોરેશનમાં નોકરી મેળવી હતી. સ્ક્રુટીની કમિટીએ ૨૦૨૦ માં એમનું જાતિ પ્રમાણપત્ર અમાન્ય જાહેર કર્યું હતું. બોમ્બે હાઈકોર્ટે આ નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો અને ત્યાર પછી કર્મચારી સુપ્રિમ કોર્ટમાં ગયા હતા. સુપ્રિમ કોર્ટે સ્ક્રુટીની કમિટીના નિર્ણય યોગ્ય ગણ્યો હતો, પરંતુ એવો નિર્ણય લીધો હતો કે કર્મચારીએ ત્રણ દશક સુધી નોકરી કરી હોવાને કારણે એમને નિવૃત્તિના તમામ લાભો મળવા જોઈએ.
અત્રે ઉલ્લેખનિય છે કે સુરત મહાનગર પાલિકામાં પણ ભણતરનું ખોટું સર્ટિફિકેટ મુકીને નોકરી મેળવવાનો કિસ્સો બહાર આવ્યો હતો. જેના કારણે ખોટું સર્ટિફિકેટ મુકનાર કામદાર પર કાયદેસર ની કાર્યવાહી કરી નોકરી માંથી કાઢી મુકવામાં આવેલ. ત્યારે સવાલ અહીં એ છે કે દેશમાં બેરોજગારી નો દર એટલો ઊંચો છે કે વધારે ભણેલાએ પણ ઓછું ભણેલાનું સર્ટિફિકેટ મેળવી નોકરી કરવા મજબૂર થવું પડે છે.




