ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અમિત શાહનું નિવેદન ભાજપ માટે યુવા અને દેશ પહેલા આવે છે, પદ નહીં ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ કહ્યું કે જાહેર જીવનમાં ઘણીવાર મુશ્કેલ અને કઠિન ર્નિણયો લેવા પડે છે
NEET-UG પરીક્ષામાં થયેલી ગેરરીતિઓ અને દેશભરમાં યુવાનોમાં ફેલાયેલા વ્યાપક રોષ વચ્ચે, કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાએ રાષ્ટ્રીય રાજકારણમાં હલચલ મચાવી દીધી છે. ધર્મેન્દ્ર પ્રધાનના આ અણધાર્યા પગલાથી સરકાર અને શાસક ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતાઓએ પ્રતિક્રિયાઓ આપી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહથી લઈને પશ્ચિમ બંગાળના વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારી સુધી, ભાજપના નેતાઓએ ધર્મેન્દ્ર પ્રધાનના ર્નિણયને વિદ્યાર્થીઓ પ્રત્યે સિદ્ધાંત અને સમર્પણનું ઉદાહરણ ગણાવ્યું છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ભાજપના કાર્યકરો માટે, રાષ્ટ્રના હિત, યુવાનો અને વિદ્યાર્થીઓ કોઈપણ રાજકીય પદ કરતાં વધુ મહત્વપૂર્ણ છે.
અમિત શાહે લખ્યું છે કે આજે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું તેમના પદ પરથી રાજીનામું આ ઉચ્ચ રાજકીય સિદ્ધાંતનું પ્રતીક છે. મોદી સરકાર દેશના યુવાનોની લાગણીઓ અને આકાંક્ષાઓનું ઊંડું સન્માન કરે છે. પેપર લીક માટે જવાબદાર લોકોને કડક સજા સુનિશ્ચિત કરવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લેવામાં આવેલા પગલાં પ્રશંસનીય છે.
વધુમાં જણાવ્યું કે, મને વિશ્વાસ છે કે આ કઠોર સુધારાઓ દ્ગઈઈ્ પરીક્ષા પાસ કરનારા તમામ મેરીટર્સ વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણ ન્યાય સુનિશ્ચિત કરશે. ગૃહમંત્રીએ ધર્મેન્દ્ર પ્રધાનના કાર્યકાળની પણ પ્રશંસા કરી, કહ્યું કે તેમણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP 2020)ને અસરકારક રીતે લાગુ કરવામાં,PM SHRI શાળાઓનો વિસ્તાર કરવામાં અને ડિજિટલ શિક્ષણ અને કૌશલ્ય વિકાસને મજબૂત બનાવવામાં ઐતિહાસિક ભૂમિકા ભજવી છે.
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર ઊંડો દુ:ખ વ્યક્ત કરતા, ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ કહ્યું કે જાહેર જીવનમાં ઘણીવાર મુશ્કેલ અને કઠિન ર્નિણયો લેવા પડે છે.
સુવેન્દુ અધિકારીએ X પર લખ્યું કે, આજે, ધર્મેન્દ્ર પ્રધાને તેમના પદ પરથી રાજીનામું આપી દીધું હોવાથી, મારું હૃદય ભારે છે. ભારતનું નિર્માણ અને શિક્ષણ પ્રણાલીને આધુનિક બનાવવામાં તેમનું યોગદાન આવનારી પેઢીઓ દ્વારા યાદ રાખવામાં આવશે.
વધુમાં તેમને જણાવ્યું કે, NEP 2020 દ્વારા, તેમણે એક એવા ભારતનો પાયો નાખ્યો જે આપણા યુવાનોને વૈશ્વિક મંચ પર સ્પર્ધા કરવા સક્ષમ બનાવે છે. તેમનો ઉદ્દેશ્ય ફક્ત શિક્ષિત કરવાનો નહોતો, પરંતુ દરેક યુવાને ભારતીય મૂલ્યોથી ભરપૂર વૈશ્વિક નાગરિક તરીકે વિકસાવવાનો હતો.
નોંધનીય છે કે NEET પરીક્ષામાં ગેરરીતિઓ બાદ જંતર-મંતર પર થયેલા હિંસક વિરોધ પ્રદર્શન અને વિદ્યાર્થીઓના વિરોધને ધ્યાનમાં રાખીને ધર્મેન્દ્ર પ્રધાને સીધું વડા પ્રધાન નરેન્દ્ર મોદીને રાજીનામું સુપરત કર્યું હતું. રાજીનામાની જાહેરાત કરતા, ભૂતપૂર્વ શિક્ષણ પ્રધાને સ્પષ્ટતા કરી હતી કે તેમણે વિદ્યાર્થીઓના હિતમાં આ પગલું ભર્યું છે, જેથી ખાતરી કરી શકાય કે કોઈ પણ રાષ્ટ્રવિરોધી શક્તિઓ યુવાનોના ગુસ્સા અને આ સંવેદનશીલ પરિસ્થિતિનો લાભ ન લઈ શકે.





