અમીરગઢ ચેકપોસ્ટે વાહનચેકિંગ કરતી પોલીસે પકડ્યા હરિયાણાથી ચાંદીનાં ઘરેણાં ચોરીને જઇ રહેલા ભાવનગરના બે જણા ઝડપાયા ભાવનગરના બે શખ્સોને અમીરગઢ પોલીસે ઝડપી લઈ હરિયાણામાં નોંધાયેલા ગુનાની તપાસ કરી હરિયાણાથી ચોરી કરીને બસ દ્વારા ગુજરાતમાં પ્રવેશ કરી રહેલા ભાવનગરના બે શખ્સોને અમીરગઢ પોલીસે ઝડપી લઈ હરિયાણામાં નોંધાયેલા ગુનાની તપાસ કરી હરિયાણા પોલીસને જાણ કરી હતી.અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પર રૂટિન વાહન ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન રાજસ્થાન તરફથી આવીને ગુજરાતમાં પ્રવેશતી એક ખાનગી બસને શકના આધારે રોકાવી તેમાં બેઠેલા મુસાફરોનો સામાન તપાસવાનું શરૂ કરાયું હતું. દરમિયાન બસની એક સ્લીપર સીટમાં બેઠેલા બે શખ્સોની તપાસ આદરતાં તેઓ પાસે રહેલા થેલામાં રોકડ રકમ તથા ચાંદીના દાગીના મળી આવ્યા હતા. બંને શખ્સોને તેઓની પાસે રહેલી રોકડ રકમ તથા ચાંદીનાં ઘરેણાં વિશે પૂછતાં કોઈ પણ યોગ્ય જવાબ ન મળતાં અને ગલ્લાંતલ્લાં કરતા હોઈ પોલીસનો શક મજબૂત બનતાં બંને શખ્સોને બસમાંથી નીચે ઉતારવામાં આવ્યા હતા. બંને શખ્સોને ઙ્મષ્ઠદ્ઘજ પોર્ટલમાં સર્ચ કરતાં તેઓની વિરુધ્ધ ચોરીના ગુનો નોંધાયેલા હોઈ પોલીસે બંનેને વિશ્વાસમાં લઈ વધુ પૂછપરછ કરતાં તેઓએ દસેક દિવસ પહેલાં હરિયાણા રાજ્યના રેવાડી ખાતે આવેલા એક બંધ મકાનમાં ચોરી કરી રોકડ અને ચાંદીના દાગીના લાવેલા હોવાની કબૂલાત કરી હતી. અમીરગઢ પોલીસે આ બાબતે હરિયાણાના રેવાડી સિટીમાં તપાસ કરતાં બંને ઈસમો સામે ગુનો નોંધાયેલો હતો. આથી અમીરગઢ પોલીસે બંને ઈસમોની અટક કરી તેઓની પાસે રહેલી ચોરીની રોકડ રકમ રૂ.૩,૦૦,૦૦૦ તથા ચાંદીના દાગીના ૯૨૩ ગ્રામ કિંમત રૂ.૨,૦૩,૦૬૦, મોબાઈલ મળી કુલ રૂ.૫,૦૭,૦૬૯નો મુદ્દામાલ જપ્ત કરી હરિયાણા પોલીસને જાણ કરતાં રેવાડી પોલીસને સોંપવામાં આવ્યા હતા.





