ગાયક સોનુ ઠુકરાલે આ ક્લિપ એઆઈ જનરેટેડ હોવાનો દાવો કર્યો જેક્લિનનાં જુગ્ની ગીતની એઆઈ જનરેટેડ ક્લિપ અંગે પોલીસ ફરિયાદ ૧૫ જુલાઈએ રજૂ થયેલું ગીત ‘જુગ્ની’ સોનુ ઠુકરાલ અને બી પ્રાક બંનેએ કોલબરેટ કરીને બનાવ્યું છે
જેક્લિન ફનાર્ન્ડિઝનાં ‘જુગ્ની’ ગીતમાં તેનાં વસ્ત્રો અસ્તવ્યસ્ત થઈ ગયાં હોવાની ક્લિપ ફરતી થઈ છે. ગાયક સોનુ ઠુકરાલે આ ક્લિપ એઆઈ જનરેટેડ હોવાનો દાવો કરી આ મુદ્દે પોલીસને ફરિયાદ આપી છે.સોનુએ જણાવ્યું કે આ છેડછાડ કરાયેલા વીડિયોને ઓનલાઈન વાયરલ કરાયો છે.સોનુ ઠુકરાલે સોશિયલ મીડિયા પર પોલીસ સ્ટેશનથી એક તસવીર શેર કરી જેમાં તેઓ ફરિયાદની કોપી પકડી રહેલા દેખાય છે. તેમણે જણાવ્યું કે વાયરલ વીડિયોને એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ડિજિટલ રીતે બદલવામાં આવ્યો હતો. ૧૫ જુલાઈએ રજૂ થયેલું ગીત ‘જુગ્ની’ સોનુ ઠુકરાલ અને બી પ્રાક બંનેએ કોલબરેટ કરીને બનાવ્યું છે. વ્યાવસાયિક મોરચે જેકલીન છેલ્લે અહમદ ખાનના દિગ્દર્શનમાં બનેલી ફિલ્મ ‘વેલકમ ટૂ જંગલ’માં જેનીના રોલમાં દેખાઈ હતી. તાજેતરની ચર્ચા મુજબ તે ટૂંક સમયમાં એક હોરર ફિલ્મમાં દેખાશે. જાે કે હજી સુધી તેની કોઈ સત્તાવાર જાહેરાત નથી થઈ.





