ફિલ્મનું શૂટિંગ સપ્ટેમ્બરથી શરૂ થશે આર ડી બર્મનની બાયોપિકમાં અક્ષય કુમારનો કેમિયો કરશે ફિલ્મમાં ફરહાન અખ્તર આરડી બર્મન ઉપરાંત એક ઓર દિગ્ગજ સંગીતકાર પંડિત રવિશંકરની પણ ભૂમિકા હશે ફરહાન અખ્તરની મુખ્ય ભૂમિકા ધરાવતી આર ડી બર્મનની બાયોપિકમાં હવે અક્ષય કુમાર પણ એક ખાસ કેમિયો કરવાનો હોવાનું જાણવા મળ્યું છે. નીરજ પાંડે અને અક્ષય કુમાર અગાઉ પાંચ ફિલ્મમાં સાથે કામ કરી ચૂક્યા હોવા છતાં એક દાયકા બાદ તેઓ આ ફિલ્મમાં ફરી સાથે કામ કરશે.અક્ષય કુમારની ભૂમિકા નાની છે પણ તે સ્ટોરી માટે ખૂબ મહત્વની છે. નીરજ પાંડેએ આ રોલ નેેરેટ કર્યાે તે સાથે જ અક્ષયકુમાર તે ભજવવા માટે તૈયાર થઇ ગયો હતો.નીરજ પાંડે આ ફિલ્મનું ર્નિદેશન કરી રહ્યા છે.યુવાન આરડી બર્મનના ક્લાસિક ગીતો રિક્રિએટ કરવા માટે હાલ મ્યુઝિક સિટિંગ ચાલી રહ્યા છે.ફિલ્મ હાલ પ્રિ-પ્રોડકશન તબક્કે છે અને તેનું શૂટિંગ સપ્ટેમ્બરથી શરૂ થવાની સંભાવનાઓ છે. ફરહાન અખ્તર આરડી બર્મન ઉપરાંત એક ઓર દિગ્ગજ સંગીતકાર પંડિત રવિશંકરની પણ ભૂમિકા એક ફિલ્મમાં ભજવવાનો છે.





