વર્ષ ૨૦૧૧માં અરૂણાનું કરિયર એકદમ પીક પર હતું વિવેક ઓબેરોયની હિરોઈને ગ્લેમર છોડી કેમ અપનાવ્યો અધ્યાત્મનો માર્ગ? અરૂણા એક અત્યંત પ્રાચીન સિદ્ધ પરંપરા સાથે જાેડાયેલી છે, જેનો ઇતિહાસ ઈ.સ. પૂર્વે ૩૧૪૩ જેટલો જૂનો માનવામાં આવે છે
૨૦૧૦માં આવેલી બોલીવૂડ ફિલ્મ ‘પ્રિન્સ’નું સુપરહિત ગીત ‘તેરે લિયે’ અને એક્ટર વિવેક ઓબેરોય સાથે પોતાની બોલ્ડનેસ અને કિલર અદાઓથી દર્શકોના દિલ પર રાજ કરનાર એક્ટ્રેસ અરૂણા શીલ્ડ્સ આજે ગ્લેમરની દુનિયાથી તદ્દન દૂર એક અલગ જ જીવન જીવી રહી છે. પોતાની પહેલી જ ફિલ્મથી દેશભરમાં ચર્ચામાં આવેલી અરૂણા જ્યારે કરિયરના પીક પર હતી, ત્યારે જ તેણે અચાનક ફિલ્મ ઈન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધું હતું. આજે તે ઝાકઝમાળથી દૂર સંન્યાસ અને અધ્યાત્મનો માર્ગ અપનાવી ચૂકી છે અને એક રહસ્યમય આધ્યાત્મિક પરંપરા સાથે જાેડાઈને ઝેરી સાંપ સાથે ધ્યાન કરે છે.બ્રિટનમાં જન્મેલી અને ઉછરેલી અરૂણા શીલ્ડ્સે ડરહામ બોર્ડિંગ સ્કૂલ અને યુનિવર્સિટી ઓફ ધ આર્ટ્સ, લંડનમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું. ‘મિસ્ડ ઈન્ડિયા ટેલેન્ટ યુકે’નો ખિતાબ જીત્યા બાદ તેને એક્ટિંગની ઓફર મળી હતી. માર્શલ આર્ટ્સમાં પ્રશિક્ષિત અરૂણાએ ‘પ્રિન્સ’ ફિલ્મમાં પોતાના એક્શન સીન્સ પોતે જ કર્યા હતા. આ ઉપરાંત તેણે ળેન્ચ એડવેન્ચર ફિલ્મ ‘એઓ: ધ લાસ્ટ હન્ટર’ અને બ્રિટિશ ડ્રામા ‘મિસ્ટર સિંહ મિસીસ મહેતા’ જેવી ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તે ગુગલ ઝિટગાઈસ્ટ પણ બની હતી.વર્ષ ૨૦૧૧માં જ્યારે તેનું કરિયર એકદમ પીક પર હતું, ત્યારે અરૂણાએ પોતાની આધ્યાત્મિક મુસાફરી શરૂ કરવાનો મોટો ર્નિણય લીધો. તેણે માનવ મનોવિજ્ઞાનનો ગહન અભ્યાસ કર્યાે અને ક્લિનિકલ હિપ્નો-સાઈકોથેરાપિસ્ટ તથા માઈન્ડફુલનેસ ટીચર તરીકે ડિગ્રી મેળવી. ૨૦૧૫માં તેણે ‘રિટર્ન ટુ કામ‘ નામે આંતરરાષ્ટ્રીય થેરાપી પ્રેક્ટિસ શરૂ કરી, જેના દ્વારા લાસ એન્જલસ, સિલિકોન વેલી, માલિબુ અને લંડન જેવા શહેરોમાં લોકોને માનસિક તણાવમાંથી બહાર લાવવાનું કામ કર્યું.અરૂણા એક અત્યંત પ્રાચીન સિદ્ધ પરંપરા સાથે જાેડાયેલી છે, જેનો ઇતિહાસ ઈ.સ. પૂર્વે ૩૧૪૩ જેટલો જૂનો માનવામાં આવે છે. તેને સાપ પ્રત્યે ખાસ આધ્યાત્મિક લગાવ છે; તે સાપને પરિવર્તન, ચેતના અને ગુપ્ત જ્ઞાનનું પ્રતીક માને છે. તેને પહેલો અલૌકિક આધ્યાત્મિક અનુભવ પણ એક સાપની આંખોમાં જાેતી વખતે થયો હતો. હાલમાં લંડનમાં રહેતી અરૂણા ઓનલાઈન અને ઓફલાઈન માધ્યમથી લોકોને માનસિક શાંતિ, હેલ્થ અને ધ્યાનની તાલીમ આપી રહી છે.





