રણવીર સિંહે વિરાટ કોહલીની પાછળ પાડી દીધો શાહરુખ ખાન બન્યો નંબર વન સેલિબ્રિટી બ્રાન્ડ રણવીર સિંહ ૧૬૨.૯ મિલિયન ડોલરની બ્રાન્ડ વેલ્યુ સાથે વિરાટ કોહલીને પછાડતા બીજું સ્થાન મેળવી લીધું
ભારતનાં સૌથી મોંઘા સેલિબ્રિટી બ્રાન્ડ્સનું લિસ્ટ સામે આવી ગયું છે, જેમાં બોલિવૂડનાં કિંગ ખાન શાહરુખ ખાન નંબર વન પર છે. જ્યારે ધુરંધર એક્ટર રણવીર સિંહે ક્રિકેટર વિરાટ કોહલીને પછાડતા બીજા નંબર પર કબજાે કરી લીધો છે. ક્રોલ એ બ્રાન્ડ વેલ્યુએશન ૨૦૨૫ નો રિપોર્ટ જારી કર્યો છે જેમાં દેશના ટોપ ૨૫ સેલિબ્રિટીઝની કુલ બ્રાન્ડ વેલ્યુ ૨ બિલિયન યુએસ ડોલર આંકવામાં આવી છે.
આ વર્ષનાં રિપોર્ટમાં સૌથી મોટો બદલાવ જાેવા મળ્યો છે. આ લિસ્ટમાં શાહરુખ ખાન પહેલાં નંબર પર છે, જ્યારે રણવીર સિંહ ૧૬૨.૯ મિલિયન ડોલરની બ્રાન્ડ વેલ્યુ સાથે વિરાટ કોહલીને પછાડતા બીજું સ્થાન મેળવી લીધું છે. રિપોર્ટ્સ અનુસાર આ લિસ્ટમાં ૧૩ પુરુષ અને ૧૨ મહિલા સેલિબ્રિટીઝ શામેલ છે.
આ વર્ષે શાહરુખ ખાને પહેલું સ્થાન હાસિલ કરી લીધું છે. વર્ષ ૨૦૨૪ માં શાહરુખ ખાન ત્રીજા સ્થાન પર હતો. આમ, વર્ષ ૨૦૨૪ પછી શાહરુખ ખાને છલાંગ લગાવી અને વર્ષ ૨૦૨૬ માં પહેલું સ્થાન મેળવ્યું. જવાન, પઠાન અને ડંકી જેવી ફિલ્મોની ઐતિહાસિક સફળતા પછી જાહેરાત બજારમાં ખૂબ માગ વધી ગઈ છે. તેમનાં પોર્ટફોલિયોમાં બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સની સંખ્યા ૨૮થી વધીને ૩૬ થઈ ગઈ છે. જાે કે આ શાહરુખ ખાન માટે આ લકી સાબિત થઈ શકે છે કારણકે એક્ટર આ દિવસોમાં કિંગ મૂવીને લઈને ચર્ચામાં છે. લગભગ ૪૫૦ કરોડનાં બજેટમાં બનેલી આ ફિલ્મ ૨૪ ડિસેમ્બરનાં રોજ રિલીઝ થશે.
આ વર્ષનાં રિપોર્ટ્સની સૌથી ખાસ વાત એ છે કે રણવીર સિંહે વિરાટ કોહલીને પાછળ પાડી દીધો છે અને બીજું સ્થાન મેળવ્યું છે. રણવીર સિંહની બ્રાન્ડ વેલ્યુ ૧૬૨.૯ મિલિયન યુએસ ડોલરની બ્રાન્ડ વેલ્યુ છે, જે વિરાટ કોહલીની બ્રાન્ડ વેલ્યુ ૧૫૮.૪ મિલિયન યુએસ ડોલરથી વધારે છે. ઉલ્લેખનીય છે કે, રણવીર સિંહ આ દિવસોમાં ધુરંધર ફ્રેન્ચાઈઝ બ્લોકબસ્ટર થયા પછી બોલિવૂડનો બાદશાહ બની ગયો છે. આ ફ્રેન્ચાઈઝે ૩૦૦૦ કરોડથી વધારે કલેક્શનની સાથે બોલિવૂડમાં ઇતિહાસ રચી દીધો છે.





