“આ અમારી પોતાની વ્યાખ્યા છે” ‘રામાયણ’ ફિલ્મના કોસ્ચ્યુમ ડિઝાઇનર્સનો ટ્રોલર્સને જવાબ ફલ્મનાં કોસ્ચ્યુમ ડિઝાઇનર્સ રિમ્પલ અને હરપ્રીત નરુલાએ આ વિવાદ પર પોતાનો પક્ષ રજૂ કર્યાે નિતેશ તિવારી દિગ્દર્શિત ‘રામાયણ’નાં ટ્રેલરની ભવ્યતા, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ અને સ્ટારકાસ્ટ માટે મોટાભાગે વખાણ થયાં છે, પરંતુ ફિલ્મનાં કોસ્ચ્યુમ્સને લઈને સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા પણ શરૂ થઈ છે. ખાસ તો સાઈ પલ્લવીના સીતાના પાત્રમાં પહેરેલા બ્લાઉઝ અને લારા દત્તાના કૈકેયીના લૂકની ટીકા કરવામાં આવી હતી. હવે ફિલ્મનાં કોસ્ચ્યુમ ડિઝાઇનર્સ રિમ્પલ અને હરપ્રીત નરુલાએ આ વિવાદ પર પોતાનો પક્ષ રજૂ કર્યાે છે.વાતચીતમાં રિમ્પલે જણાવ્યું કે ‘રામાયણ’ જેવી મહાકાવ્ય કૃતિ સાથે લોકોની લાગણીઓ જાેડાયેલી હોવાથી ફિલ્મને લઈને ચર્ચા થવી સ્વાભાવિક હતી.તેમણે કહ્યું, “અમને ખબર હતી કે ‘રામાયણ’ અનેક પેઢીઓની સામૂહિક ચેતનામાં વસેલું મહાકાવ્ય છે. તેથી કાસ્ટિંગ, કોસ્ટ્યુમ્સ અને વિઝ્યુઅલ ઇફેક્ટ્સ અંગે લોકોના અલગ-અલગ અભિપ્રાયો આવશે. જાેકે, આટલા નકારાત્મક પ્રતિસાદની અપેક્ષા નહોતી.”ટ્રેલર બાદ સૌથી વધુ ચર્ચા સાઈ પલ્લવીનાં સીતા તરીકેના લૂકને લઈને થઈ હતી. તેનાં જવાબમાં રિમ્પલે જણાવ્યું કે આ તેમની પોતાની આધ્યાત્મિક અને કલાત્મક કલ્પના છે.તેમણે કહ્યું, “જ્યારે હું આંખો બંધ કરીને માતા સીતાની કલ્પના કરું છું ત્યારે હું પુરાતત્વીય પ્રમાણિકતા વિશે વિચારતી નથી. હું મારા મંદિરમાં બિરાજમાન માતા સીતાને જે રીતે અનુભવું છું, તે જ સ્વરૂપ મેં રજૂ કરવાનો પ્રયાસ કર્યાે છે. આ સંપૂર્ણપણે વિચારપૂર્વક લેવાયેલો ર્નિણય હતો.”તેમણે વધુમાં ઉમેર્યું કે ત્રેતાયુગના વસ્ત્રોના કોઈ મૂળ નમૂનાઓ આજે ઉપલબ્ધ નથી. તેથી ટીમે વર્ષાેથી લોકો જાેઈ રહ્યા છે તેવા કેલેન્ડર આર્ટ, મિનિયેચર પેઇન્ટિંગ્સ, મંદિરોની કલાત્મક અભિવ્યક્તિઓ અને રાજા રવિ વર્માની કૃતિઓમાંથી પ્રેરણા લીધી છે. તેમણે કહ્યું, “અમે તે સમયના મૂળ કપડાં ફરીથી બનાવી શકતા નથી. ‘રામાયણ’ની વિવિધ દેશો અને સંસ્કૃતિઓમાં અલગ-અલગ રીતે રજૂઆત થઈ છે. આ અમારી પોતાની વ્યાખ્યા છે.”હરપ્રીત નરુલાએ પણ લારા દત્તાના કૈકેયીના લૂક અંગે થઈ રહેલી ટીકાનો પણ જવાબ આપ્યો. તેમણે જણાવ્યું કે કૈકેયીની સાડી, બોર્ડર અને બ્લાઉઝ સહિત દરેક ડિઝાઇન પાછળ ચોક્કસ વિચાર છે.તેમણે કહ્યું, “તેમનાં વસ્ત્રોમાં લીલો રંગ માતૃત્વનું પ્રતિક છે, જ્યારે ઘેરો મરૂન રંગ તેમનાં આંતરિક સંઘર્ષ અને કઠોર ર્નિણયનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ પોતાનાં પુત્ર અને શ્રીરામ વચ્ચે ફસાયેલાં હતાં. દરેક રંગ ખૂબ જ વિચારપૂર્વક પસંદ કરવામાં આવ્યો છે.”હરપ્રીતે ઉમેર્યું કે ઘણી વખત લોકો પાછળ રહેલા વિચારને સમજ્યા વગર તરત જ અભિપ્રાય આપી દે છે. કોસ્ચ્યુમ ડિઝાઇનર્સે દર્શકોને અપીલ કરી છે કે ફિલ્મ જાેયા પહેલાં માત્ર ટ્રેલરના આધારે ર્નિણય પર ન આવી જાઓ. હરપ્રીતે કહ્યું, “અમે પ્રાચીન મહાકાવ્યને નવી પેઢી માટે દૃશ્યાત્મક રીતે રજૂ કરવાનો પ્રયાસ કર્યાે છે. દરેક દોરા અને દરેક ડિઝાઇન પાછળ વિચાર છે.





