સોશિયલ મીડિયા પર ચહરનો વીડિયો વાયરલ ટીમ ઈન્ડિયાના ખેલાડીના પ્લેયર એડિશન ધરાવતા ૩ કિંમતી બેટની ચોરી દીપક ચહર અત્યારે ટીમ ઈન્ડિયાની બહાર ચાલી રહ્યો છે. ઈજાના કારણે તેની કારકિર્દીને ઘણી અસર પહોંચી છે દીપક ચહર મેદાન પર ટ્રેનિંગ કરી રહ્યો હતો અને આ દરમિયાન તેની પીઠ પાછળ કંઈક એવું થયું જેની તેણે અપેક્ષા ન હતી કરી. દીપક ચહરના ત્રણ બેટ મેદાનમાંથી ચોરાઈ ગયા. આ પ્લેયર એડિશન બેટ હતા જેમની કિંમત ઘણી વધારે હોય છે. દીપક ચહરે જ્યારે પોતાના બેટ ગાયબ જાેયા તો તેણે એક વીડિયો બનાવીને ફેન્સને પૂછ્યું કે હવે તેણે શું કરવું જાેઈએ? દીપક ચહરે ત્યાં સુધી પૂછી લીધું કે શું તેણે પીએમ મોદી પાસે જવું જાેઈએ કે સીએમ યોગી પાસે?દીપક ચહરે બેટ ચોરાયા બાદ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યાે, જેમાં તેણે કહ્યું- ‘ગઈકાલે સાંજે ત્રણ બેટ, પ્લેયર એડિશન મેદાનમાંથી ચોરાઈ ગયા. હવે તમે જણાવો મારે શું કરવું જાેઈએ. જે ચોરી કરી ગયો છે તેને એ ખબર નથી કે તે કેટલાના હતા. ત્રણ બેટ દોઢ લાખ રૂપિયાના હતા. હવે તે જઈને તેને વેચી દેશે, અથવા ટેનિસ બોલથી રમશે. ભાઈ મારી પાસેથી જ પૈસા લઈ લેતો, હું આપી દેત.’દીપક ચહર અત્યારે ટીમ ઈન્ડિયાની બહાર ચાલી રહ્યો છે. ઈજાના કારણે તેની કારકિર્દીને ઘણી અસર પહોંચી છે. આ ખેલાડીએ ભારત માટે ૧૩ વનડે મેચોમાં ૧૬ વિકેટ ઝડપી, જ્યારે 25 T20 માં ચહરે ૩૧ વિકેટ ઝડપી. ચહરે વનડેમાં ૩૩.૮૩ની સરેરાશથી ૨૦૩ રન પણ બનાવ્યા. હવે આ ખેલાડી IPL જાેવા મળે છે અને હાલમાં તે મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ છે.




