પરેશ રાવલ પણ મહત્વની ભૂમિકામાં હશે માલામાલ વીકલી ટુમાં રવિના અને પરિણીતિ ચોપડાની એન્ટ્રી પરિણીતિએ તેની કારકિર્દીની શરૂઆત ૨૦૧૧ંમાં કોમેડી ફિલ્મ ‘લેડીઝ વર્સીસ રિકી બહેલ’થી કરી હતી
બોલિવુડની લોકપ્રિય કોમેડી ફિલ્મ ‘માલામાલ વીકલી’નો બીજાે ભાગ ‘માલામાલ વીકલી ટુ ‘બની રહ્યો છે. આ ફિલ્મમાં હિરોઇનો તરીકે રવિના ટંડન અને પરિણીતિ ચોપડાને સાઇન કરી લેવામાં આવી છે. આ ફિલ્મમાં એક મહત્વની ભૂમિકા માટે પરેશ રાવલને પણ સાઇન કરી લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.રવિના અને પરિણીતિ બંને તેમના કોમિક ટાઇમિંગ માટે જાણીતી છે. રવિનાએ તો ‘અંદાઝ અપના અપના’થી માંડી હમણાં આવેલી ‘વેલકમ ટુ જંગલ’માં પણ કોમેડી કરી છે. જ્યારે પરિણીતિએ તો તેની કારકિર્દીની શરૂઆત જ ૨૦૧૧ંમાં કોમેડી ફિલ્મ ‘લેડીઝ વર્સીસ રિકી બહેલ’થી કરી હતી. અન્ય મહત્વની ભૂમિકાઓ માટે કાસ્ટિંગ થઇ રહ્યું છે.‘માલામાલ વીકલી ટુ’નું ર્નિદેશન તાજેતરમાં આવેલી ‘તેરી બાતોં મેં ઐસા ઉલઝા જીયા’ના ર્નિદેશક અમિત જાેશીને સોંપવામાં આવ્યું છે. આ ફિલ્મ ‘માલામાલ વીકલી’ની સિક્વલ નથી. પણ પહેલાં ભાગની જેમ લાલચુ ગામડિયાના ટોળાંનો માહોલ જાળવી રાખવામાં આવશે, જે મોટી રકમની લાલચમાં ગમે તે હદે જાય છે. પણ આ વખતે સેટિંગ અને પાત્રો પણ અલગ હશે.





