‘જેન-ઝી પાસેથી કંઈક શીખો’ યશસ્વી જયસ્વાલ સાથે ડેટિંગની અફવાઓ પર મૃણાલ ઠાકુરે મૌન તોડ્યું એક વાયરલ વિડિયોમાં બાંદ્રા સ્થિત એક કેફેમાં જયારે બંને જાેવા મળ્યા ત્યારે તેમના ડેટિંગની ખબર સામે આવી હતી જાણીતા અભિનેત્રી મૃણાલ ઠાકુર છેલ્લા કેટલાક દિવસોથી એક અફવાને લઈને ચર્ચામાં રહી હતી. મૃણાલનું નામ અત્યાર સુધીમાં અનેક કલાકારો સાથે જાેડાઈ ચૂક્યું છે પરંતુ હદ તો ત્યારે થઈ જયારે લોકોએ તેનું નામ ભારતીય ક્રિકેટર યશસ્વી જયસ્વાલ સાથે જાેડાવવાનું શરૂ કર્યું હતું. એક વાયરલ વિડિયોમાં બાંદ્રા સ્થિત એક કેફેમાં જયારે બંને જાેવા મળ્યા ત્યારે તેમના ડેટિંગની ખબર સામે આવી હતી. બંને એક જ કેફેમાંથી બહાર નીકળતા જાેઈ સોશિયલ મીડિયા પર અફવાઓએ જાેર પકડ્યું હતું કે બંને વચ્ચે કોઈ ચક્કર છે, પરંતુ હવે આ અફવાઓ પર પ્રતિક્રિયા આપતા મૃણાલે સ્પષ્ટતા કરીને તેમના વચ્ચે કંઈ નથી એ વાત પર પૂર્ણવિરામ લગાવ્યું હતું.યશસ્વી જયસ્વાલ સાથે નામ જાેડાવવા અંગે પ્રતિક્રિયા આપતા મૃણાલે લખ્યું હતું કે ‘ભાઈ શાંત થઈ જાઓ, મને બતાવો કે અમે સાથે ક્યાં હતા? તમે આટલા શિક્ષિત લોકો આવી અફવાઓ પર ધ્યાન આપો છો? દેશમાં બીજું ઘણું ચાલી રહ્યું છે. જેન-ઝી પાસેથી કંઈક શીખો અને જે સાચા મુદ્દા છે તેના પર વીડિયો બનાવો, જેથી વધારે વ્યૂઝ પણ મળશે.’મૃણાલ ઠાકુરનું સાઉથના એક્ટર ધનુષ સાથે પણ નામ જાેડાયેલું હતું. ઓગસ્ટ ૨૦૨૫ માં ‘સન ઓફ સરદાર ૨’ ના પ્રીમિયરમાં મૃણાલ અને ધનુષને એકબીજાને હૂંફ સાથે મળતાં જાેતા તેમના વચ્ચેના અફેરની ચર્ચા શરૂ થઈ હતી. આખરે આ અફવાઓ પર પણ મૃણાલે સ્પષ્ટતા કરી હતી અને તેણે જણાવ્યું હતું કે તે બંને વચ્ચે ફક્ત એક પ્રોફેશનલ સબંધ છે. અગાઉ મૃણાલનું નામ ક્રિકેટર શ્રેયસ અય્યર અને રેપર બાદશાહ સાથે પણ જાેડાયેલું હતું. અન્ય નામોથી વિરુદ્ધ મૃણાલ ઠાકુર અને લેખક શરદ ચંદ્ર ત્રિપાઠીનો સબંધ ફક્ત અફવા નહોતો. તે બંને એકબીજાને ડેટ કરી રહ્યા હતા અને બંનેએ ‘નચ બલિયે ૭’માં સાથે ભાગ લીધો હતો. દરમિયાન બંનેએ પોતાના સબંધ વિશે વાત કરતા આશા વ્યક્ત કરી હતી કે તેમના પરિવાર તેમને સ્વીકારી લેશે, પરંતુ અંતે આ સબંધનો પણ અંત આવ્યો હતો. થોડા દિવસોથી મૃણાલ પોતાની એક પોસ્ટને લઈને ચર્ચામાં રહી હતી. આ પોસ્ટમાં મૃણાલે તે લોકોને ચેતવણી આપી હતી જેઓ તેમની તસ્વીરો અને તેમના અવાજ સાથે છેડછાડ કરે છે અને તેમનો ડીપફેક વિડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરે છે. અભિનેત્રીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે આ તસવીરો કે અવાજનો દુરુપયોગ થશે તો તે એવા લોકો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરશે.





