આયુષમાન અને સારા બીજીવાર સાથે આવશે આયુષમાન-સારાની ઉડતા તીરની ઓક્ટો.માં રીલિઝ ડેટથી આશ્ચર્ય સારા અને આયુષમાનની જાેડી અગાઉ ‘પતિ પત્ની ઔર વોહ દો’ નામની ફિલ્મમાં જાેવા મળી હતી આયુષમાન ખુરાના અને સારા અલી ખાનની જાેડીને ચમકાવતી કોમેડી ફિલ્મ ‘ઉડતા તીર’ નવ ઓક્ટોબરે થિયેટર્સમાં રજૂ કરવાનો ર્નિણય લેવાતાં ટ્રેડ વર્તુળોમાં આશ્ચર્ય સર્જાયું છે. નિર્માતા તરીકે કરણ જાેહરે અજય દેવગણની ‘દૃશ્યમ થ્રી’ સાથે સ્પર્ધામાં ઉતરવાનું કેમ નક્કી કર્યું તે સવાલ સર્જાયો છે.આ ફિલ્મ અજય દેવગણની ફિલ્મ દૃશ્યમ થ્રી તેના એક અઠવાડિયા અગાઉ રજૂ થવાની છે. જાે અજય દેવગણની ફિલ્મ હીટ નીવડશે તો ઉડતા તીરને બોક્સ ઓફિસ પર કમાણી કરવામાં મુશ્કેલી પડી શકે છે.સારા અને આયુષમાનની જાેડી અગાઉ ‘પતિ પત્ની ઔર વોહ દો’ નામની ફિલ્મમાં જાેવા મળી હતી.આ ફિલ્મનું લેખન અને ર્નિદેશન આકાશ એ. કૌશિક દ્વારા કરવામાં આવ્યું છે. ર્નિદેશક તરીકે આકાશ એ. કૌશિકની આ પહેલી ફિલ્મ છે.





