રોડ બનાવવા માટે ધડાધડ ઝાડ કાપ્યા હાઈકોર્ટે અરજીકર્તાઓને ૨૫-૨૫ ઝાડ લગાવવાનો આદેશ આપ્યો રાજ્યમાં હાલમાં રોડને પહોળા કરવા તથા નવા હાઈવે બનાવવા માટે મોટા પાયે ઝાડ કાપવામાં આવી રહ્યા હતા મધ્ય પ્રદેશ હાઈકોર્ટે રાજ્યમાં રોડને પહોળા કરવા અને નવા રોડ બનાવવા આવી રહ્યા છે. આ દરમ્યાન અહીં ઝાડને અંધાધૂંધ રીતે કાપવા સાથે જાેડાયેલી એક જાહેરહિતની અરજી પર સુનાવણી કરતા હાઈકોર્ટના કાર્યવાહક મુખ્ય ન્યાયાધીશ વિવેક રુસિયા અને ન્યાયમૂર્તિ પ્રદીપ મિત્તલની પીઠે અનોખો દાખલો બેસાડતો ચુકાદો આપ્યો. કોર્ટે અરજીકર્તાની તકલીફને જાેતા તેમના પર જ પોતપોતાના વિસ્તારમાં નગર નિગમ દ્વારા નક્કી કરેલી જગ્યાઓ પર ૨૫-૨૫ ફળદાયી ઝાડ લગાવી તેનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવાનો કડક આદેશ આપ્યો છે.
રાજ્યમાં હાલમાં રોડને પહોળા કરવા તથા નવા હાઈવે બનાવવા માટે મોટા પાયે ઝાડ કાપવામાં આવી રહ્યા હતા. તંત્રની આ પ્રકારની કાર્યવાહી જાેઈ આનંદ અને વિવેક કુમાર શર્માએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. અરજીકર્તાઓએ કોર્ટ પાસે આજીજી કરી કે જે રીતે ઝાડ કાપવામાં આવી રહ્યા છે, તેની સામે બીજા નવા ઝાડ લગાવવામાં નથી આવતા. જેનાથી પર્યાવરણનું સંતુલન બગડી રહ્યું છે. પર્યાવરણ સંતુલન બનાવી રાખવા માટે ગેરકાયદેસર રીતે ઝાડ કાપવા પર રોક લગાવવામાં આવે. અરજીમાં આરોપ લગાવ્યો હતો કે નિર્માણ કાર્ય અને રોડ પહોળા કરવા માટે ધડાધડ ઝાડ કાપવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૫ના રોજ જાહેર કરેલા નોટિફિકેશનને પડકાર આપ્યો હતો. જેને પર્યાવરણ માટે નુકસાનકારક ગણાવ્યું હતું.
હાઈકોર્ટની ફુલ બેન્ચે આ મામલામાં મહત્ત્વની ટિપ્પણી કરતા ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૫ના વિવાદિત નોટિફિકેશનને પહેલા જ રદ કરી દીધું છે. કોર્ટે કહ્યું કે, ૨૦૧૯માં અરજી દાખલ થયા બાદ અત્યાર સુધીમાં કેટલાય નવા હાઈવે બની ચૂક્યા છે અને રોડ પણ પહોળા થઈ ચૂક્યા છે. જાે કે હાલમાં એ સ્પષ્ટ ડેટા ઉપલબ્ધ નથી કે આ દરમ્યાન કુલ કેટલા ઝાડ કાપ્યા અને તેના બદલામાં સામે નવા ઝાડ લગાવ્યા. પીઠે કહ્યું કે, જાે અરજીકર્તા આ મુદ્દાને આગળ વધારવા માગે છે તો સાચા ડેટા અને આંકડા એકઠા કરી ફરી વાર કોર્ટમાં આવે. હાઈકોર્ટે જાહેરહિતની અરજીનું નિવારણ લાવતા એક અનોખો અને સકારાત્મક સંદેશ આપ્યો છે. કોર્ટે બંને અરજીકર્તાને નિર્દેશ આપ્યા કે તેઓ પોતપોતાના વિસ્તારમાં નગર નિગમ દ્વારા નક્કી કરેલી જગ્યા પર ૨૫-૨૫ ફળદાયી ઝાડ લગાવશે. તેની સાથે જ કોર્ટે આ છોડની રોપણી બાદ એક રિપોર્ટ રજૂ કરવાનો પણ આદેશ આપ્યો છે. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે, ફુલ બેન્ચ દ્વારા આપવામાં આવેલો ચુકાદો લાગુ કરવામાં આવે.





