(નીડર, નિષ્પક્ષ, તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત.
ભારતની પવિત્ર ભૂમિ ને હવે જાણે કે કોઈની નજર લાગી હોય એમ સમય આવતા આ પવિત્ર ભૂમિ ને કેટલાક કહેવાતા બાબાઓ, બાપુઓ, સ્વામીઓ અને તાંત્રિકો અપવિત્ર કરી અભડાવી રહ્યા હોય એવા બનાવો આ પવિત્ર ભૂમિ પર બનવા લાગ્યા છે. ભારતની આ ભોળી પ્રજા ધર્મના નામે લાખોનું દાન કરી ધન્યતા અનુભવે છે અને એનો લાભ લઈ ને જ્યારે કેટલાક બની બેઠેલા બાબાઓ મહિલાઓ નું યૌન શોષણ કરી ધર્મના નામે અધર્મ નું આચરણ કરે છે. ત્યારે સમાજ ચોંકી ઉઠે છે અને પ્રજાનો ધર્મ પ્રત્યેથી વિશ્વાસ ડગમગવા માંડે છે.
અને એવો જ એક કિસ્સો છે ડેરા સચ્ચા સૌદાના રામ રહીમનો જે ને અત્યાર સુધી માં ૧૭ મી વખત કામચલાઉ જેલ મુક્તિ મળી છે. આ બાબા રોહતકની સુનારીયા જેલ માંથી ગુરમીત રામ રહીમને ૨૧ દિવસના પેરોલ પર છોડવામાં આવ્યો છે. વર્ષ ૨૦૨૦ પછી ડેરા સચ્ચા સૌદાના વડાની આ ૧૭ મી કામચલાઉ મુક્તિ છે. રામ રહીમ બે મહિલા અનુયાયીઓ પર બળાત્કાર કરવાના આરોપ માં ૨૦ વર્ષની સજા કાપી રહ્યો છે.
રામ રહીમ સવારે ૬:૦૫ વાગે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે જેલમાંથી બહાર નીકળીને સિરસા સ્થિત ડેરા હેડક્વાર્ટર જવા રવાના થયો હતો. તે છેલ્લા ૨૬ જૂનના ૩૦ દિવસની પેરોલ પૂરી કર્યા બાદ સુનારીયા જેલ પરત ફર્યો હતો. એટલે બે મહિનાથી ઓછા સમયમાં તેને ફરી પેરોલ મળી છે. ગંભીર ફોજદારી કેસ માં સજા કાપી રહેલ રામ રહીમ ને વારંવાર પેરોલ મળવા બદલ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે અને બાબાની ટીકાઓ પણ થઈ રહી છે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે જે નિર્દોષો બિચારા જામીન ના અભાવે આજે પણ લાંબાગાળાની જેલ ભોગવી માનસિક યાતનાઓ માંથી પસાર થઈ રહ્યા છે એમની આઝાદીનું શું ?




