(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા)
ભારતની વિવિધતેમાં એકતા એજ તો મોટી લોકશાહી ની નિશાની છે. આ એ જ ભારત છે જ્યાં અલગ અલગ ધર્મ, જાતિ અને રીત રિવાજો હોવા છતાં ભાઈચારાનો સંદેશો આપતો ભારત દેશ વિશ્વ માં સર્વશ્રેષ્ઠ છે.
ત્યારે આ દેશમાં અનેક ધર્મો અલગ અલગ હોવા છતાં મઝહબ નહીં શીખાતા આપસ મેં બૈર (વેર) રાખના એ સિદ્ધાંત ના પાયા ઉપર લોકશાહી નું ચણતર થયું છે. એવા આપણા દેશની પ્રજા ભાવુક અને ધાર્મિક વૃત્તિની હોવાની દરેક જાતિ ના, ધર્મના લોકો હોંશે હોંશે પોતાનો ધાર્મિક ઉત્સવ ઉજવી પોતાના ધર્મ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરે છે. અને કરવો જોઈએ. એમાં કોઈનો વિરોધ વંટોળ હોઈ શકે જ નહિ.
પરંતુ આ ધાર્મિક તહેવારો જ્યારે ઉત્સાહના અતિરેકમાં દેખાદેખી, ઉન્માદમય અને માત્ર ને માત્ર જ્યારે આડકતરી રીતે મનોરંજનનું સાધન બની ને દર વર્ષે ફેલાવો કરીને પ્રજાની પરેશાની માં વધારો કરતાં હોય ત્યારે સત્તાધીશો એ જાગ્રત બની તહેવારોની શરૂઆતથી જ આયોજકોને સ્પષ્ટ અને કડક સુચનાઓ આપી યોગ્ય નિયમોનું પાલન કરવાની શરતે જ મંડપો બાંધવાની પરમિશન આપવી જોઈએ.
પરંતુ આ વર્ષે થયું છે શું કે આયોજકોને ઉપરોક્ત તમામ સૂચનાઓ પોલીસ અને SMC ના ઉચ્ચ અધિકારીઓ દ્વારા અપાયા બાદ પણ શીતલ ચાર રસ્તા, સગરામપુરા, કોટસફીલ રોડ જેવા સુરતના અનેક મુખ્ય અને મૂળ સુરતના જુના વિસ્તારો માં એટલા બધા ધાર્મિક મંડપો ઉભા કરાયા છે કે આ મોંઘવારી માં મોંઘા પેટ્રોલ નો ધુમાડો કરીને લાંબા ચક્કર કાપી પોતાના સ્થાને પહોંચવા માટે પ્રજાને પરસેવો વળી જાય છે.
ત્યારે અત્રે ઉલ્લેખનીય છે કે રસ્તા થી દૂર અને ખૂણે ખાંચરે ઉભા રહીને નાનો મોટો ધંધો કરનારા લારી ગલ્લા વાળાઓના લારી ગલ્લા રસ્તા રોકાણ ના બહાને ઉચકાઈ જતા હોય ત્યારે આવા આખા રોડ બંધ કરીને ઉભા કરાયેલા મંડપો શું SMC ને નહીં દેખાતા હોય જે નીતિ-નિયમોને અભરાઈએ ચઢાવી ઉભા કરાયા છે.




