સ્વયંવરથી વનવાસ સુધીની ઝલક જાેવા મળી રણબીર અને સાઈ પલ્લવીની ‘રામાયણ’નું પહેલું ગીત રિલીઝ ગીતમાં રામ સિયા રામ જય જય રામનો જૂનો ફિલ પણ આવે છે, જે રૂવાંડા ઊભા કરી દે તેવો છે રણબીર કપૂર અને સાઈ પલ્લવીની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘રામાયણ’ને લઈને ચાહકોનો ઉત્સાહ હવે વધુ વધી ગયો છે. ફિલ્મનું પહેલું ગીત ‘જય જય રામ‘ રિલીઝ થઈ ગયું છે અને રિલીઝ થતાં જ તેણે માહોલ ભક્તિમય બનાવી દીધો છે. ગીતમાં ભગવાન રામની ભવ્ય ગાથા, દિવ્ય છબીઓ અને દમદાર વિઝ્યુઅલ્સ જાેવા મળી રહ્યા છે, તો બીજી તરફ તેની ભક્તિમાં ડૂબેલી ધૂન સીધી દિલ સુધી પહોંચે છે.રણબીર કપૂરના રામ અવતારની ઝલકે પહેલાથી જ ફેન્સનું ધ્યાન ખેંચ્યું હતું, ત્યારે હવે ‘જય જય રામ‘ ગીતે ફિલ્મને લઈને બઝ વધુ તગડો કરી દીધો છે. સોશિયલ મીડિયા પર ચાહકો ગીતની ધૂન અને ફિલ્મના વિઝ્યુઅલ ટ્રીટમેન્ટની ખૂબ ચર્ચા કરી રહ્યા છે. ગણેશ ચતુર્થીના અવસરે મેકર્સે ફેન્સને એક મોટી ભેટ આપી દીધી છે.અરિજિત સિંહ અને શ્રેયા ઘોષાલના અવાજ સાથે એ. આર. રહેમાનનું મ્યુઝિક અને ‘જય જય રામ‘ની ધૂન અત્યંત મનમોહક લાગે છે. વિઝ્યુઅલની વાત કરીએ તો ગીતમાં રામ-સિયાના સ્વયંવર અને લગ્નથી લઈને રાજ્યાભિષેકની તૈયારી અને વનવાસ જવા સુધીની ઝલક દેખાય છે. ગીતને રામ-સીતાની પ્રેમ કહાની અને લોકોની આસ્થા સાથે જાેડીને જાેવામાં આવે તો ખોટું નથી.ગીતમાં રામ સિયા રામ જય જય રામનો જૂનો ફિલ પણ આવે છે, જે રૂવાંડા ઊભા કરી દે તેવો છે. ગીત સાંભળીને ફેન્સ ખૂબ ખુશ થઈ ગયા છે. દરેક વ્યક્તિ કમેન્ટ બોક્સમાં માત્ર વખાણ જ કરી રહી છે. યુઝર્સનું કહેવું છે કે જેટલું સુંદર ગીત સાંભળવામાં લાગી રહ્યું છે, એટલું જ જાેવામાં આંખોને શીતળતા પણ મળી રહી છે. આખી ટીમને શુભેચ્છાઓ.રામ-સીતાના પવિત્ર સંબંધને સેલિબ્રેટ કરતી આ તસવીરોએ સાચા અર્થમાં ફેન્સનું દિલ જીતી લીધું છે. ફેન્સનું કહેવું છે કે જાે ગીત આવું છે તો ખરેખર રાહ જાેવી તો વ્યાજબી જ હતી. ગીતમાં લક્ષ્મણ અને ભરતનું પાત્ર ભજવી રહેલા રવિ દુબે અને આદિનાથ કોઠારેની પણ ઝલક જાેવા મળી છે. ગ્રાન્ડ સેટ, ભક્તિભાવથી ભરપૂર રામનો આ સંસાર ખૂબ જ ચોંકાવનારો છે.તમને જણાવી દઈએ કે ‘રામાયણ’નો પહેલો પાર્ટ આ દિવાળીએ એટલે કે ૬ નવેમ્બરે રિલીઝ થવાનો છે. પહેલા પાર્ટમાં વનવાસ જવા સુધીની સ્ટોરી બતાવવામાં આવશે તેવી ચર્ચા છે. હનુમાનની એન્ટ્રી બીજા પાર્ટમાં થશે.




