આમિર ખાન, સાજિદ નડિયાદવાલા અને આર. બાલ્કીની સુપરહીરો ફિલ્મ કરી રહ્યા હોવાની ચર્ચા આમિર ફિલ્મ સાઇન કરતાં પહેલાં સ્ક્રિપ્ટ સંપૂર્ણપણે તૈયાર અને સંતોષકારક હોય તેને પ્રાધાન્ય આપે છે આમિર ખાન ફરી એક વખત સુપરહીરો ફિલ્મ સાથે જાેડાવાની ચર્ચામાં છે. હવેના અહેવાલો અનુસાર, આમિર ખાન અને નિર્માતા સાજિદ નડિયાદવાલા વચ્ચે આર. બાલ્કીના દિગ્દર્શનમાં બનનારી એક મહત્ત્વાકાંક્ષી સુપરહીરો ફિલ્મને લઈને પ્રાથમિક ચર્ચા ચાલી રહી છે. પ્રોજેક્ટ હાલ શરૂઆતના તબક્કામાં છે અને તેની સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે. આમિરને ફિલ્મ માટે સંપર્ક કરવામાં આવ્યો છે અને તેણે રસ પણ દાખવ્યો છે, જાેકે હજુ સુધી કોઈ સત્તાવાર કોન્ટ્રાક્ટ થયો નથી.સુત્રોના જણાવ્યા મુજબ આગામી મહિનાઓમાં સ્ક્રિપ્ટ, પાત્રોની સફર, સ્ક્રીનપ્લે અને ફિલ્મનાં સમગ્ર વિઝન પર વધુ કામ કરવામાં આવશે. આમિર ફિલ્મ સાઇન કરતાં પહેલાં સ્ક્રિપ્ટ સંપૂર્ણપણે તૈયાર અને સંતોષકારક હોય તેને પ્રાધાન્ય આપે છે. તેથી નિર્માતાઓ પણ તેની સાથે સ્ક્રિપ્ટ પર નજીકથી કામ કરી રહ્યા હોવાનું કહેવાય છે.જાે આ પ્રોજેક્ટ આગળ વધે છે તો આમિર ખાનની સાજિદ નડિયાદવાલા અને આર. બાલ્કી સાથેની આ પહેલી ફિલ્મ હશે. બાલ્કીનો આ સુપરહીરો ફિલ્મ પણ ભારતીય સિનેમામાં અગાઉ રજૂ થયેલા પ્રોજેક્ટ્સથી અલગ હોવાની અપેક્ષા છે. આ પ્રોજેક્ટ ઉપરાંત આમિરનું નામ ‘રેસ ૪’ સાથે પણ ચચાર્ી રહ્યું છે. જાેકે બંને પ્રોજેક્ટ હાલમાં ચર્ચાના તબક્કામાં જ છે. આમિરની હાલ સત્તાવાર રીતે જાહેર થયેલી ફિલ્મ આશુતોષ ગોવારિકરની ‘લલકાર’ છે, જે ૧૯૫૨ની ભારત-પાકિસ્તાન ટેસ્ટ સિરીઝ પર આધારિત પિરિયડ સ્પોર્ટ્સ ડ્રામા છે. ફિલ્મનું શૂટિંગ નવેમ્બર ૨૦૨૬માં શરૂ થવાનું છે.




