અજૂનીનું પાત્ર ભજવવું તેનાં માટે સરળ નહોતું : કરીના ‘તે લિપસ્ટિક લગાવે છે, સ્મિત સાથે કામ કરે છે, છતાં કડક પોલીસ અધિકારી છે’ : કરીના કરીના કપૂર ખાન આગામી ફિલ્મ ‘દાયરા’માં પહેલીવાર પોલીસ અધિકારીના રોલમાં જાેવા મળશે
કરીના કપૂર ખાન આગામી ફિલ્મ ‘દાયરા’માં પહેલીવાર પોલીસ અધિકારીના રોલમાં જાેવા રહી છે. મેઘના ગુલઝારનાં દિગ્દર્શનમાં બનેલી આ ક્રાઇમ થ્રિલરમાં કરીના ડીસીપી અજૂનીના પાત્રમાં જાેવા મળે છે. તાજેતરમાં દિલ્હીમાં ફિલ્મનાં પ્રમોશનલ કાર્યક્રમ દરમિયાન કરીનાએ જણાવ્યું હતું કે અજૂનીનું પાત્ર હિન્દી ફિલ્મોમાં જાેવા મળતી ‘બીબાંઢાળ’ મહિલા પોલીસથી અલગ છે.કરીનાના જણાવ્યા મુજબ, ફિલ્મોમાં મહિલા પોલીસ અધિકારીને ઘણીવાર પુરુષો જેવા દેખાવ, ખાસ ચાલ અને હાથમાં બંદૂક સાથે એક્શન કરતી વ્યક્તિ તરીકે રજૂ કરવામાં આવે છે. પરંતુ ‘દાયરા’માં મેઘના ગુલઝાર અજૂનીને એક એવી મહિલા તરીકે રજૂ કરવા માગતી હતી, જે પોતાની સ્ત્રીત્વ સાથે સહજ છે. તે લિપસ્ટિક લગાવે છે, સ્મિત સાથે પોતાની ફરજ બજાવે છે, પરંતુ જરૂર પડે ત્યારે કડક ર્નિણય પણ લે છે.કરીનાએ કહ્યું કે અજૂનીનું પાત્ર ભજવવું તેનાં માટે સરળ નહોતું, કારણ કે ફિલ્મની વાર્તામાં સતત નૈતિક સંઘર્ષ સાથે કામ લેવાય છે. ‘દાયરા’માં કાયદો અને ન્યાયને લઈને બે પોલીસ અધિકારીઓના અભિગમ વચ્ચે ટકરાવ જાેવા મળે છે. કરીનાએ સ્વીકાર્યું કે વાસ્તવિક જીવનમાં તે બધી બાબતોને ‘બ્લેક એન્ડ વ્હાઇટ’ રીતે જાેવાનું પસંદ કરે છે, જ્યારે ફિલ્મની દુનિયા ‘ગ્રે’ છે. આ નૈતિક જટિલતા અજૂનીના પાત્રને વધુ પડકારજનક બનાવે છે.કરીનાએ એમ પણ કહ્યું કે હાલ તેનું ધ્યાન માત્ર અભિનય પર છે. તેને ડિરેક્શન કે પ્રોડક્શનમાં જવાની ઇચ્છા નથી અને અલગ-અલગ પ્રકારનાં પાત્રો ભજવવામાં જ રસ ધરાવે છે.




