‘મારા પિતા બહુ થિયેટ્રિકલ છે’ આલિયાએ મહેશ ભટ્ટ સાથેની બાળપણની રમુજી યાદ કરી શેર હરીશ વ્યાસના ર્નિદેશનમાં બનેલી આ ફિલ્મમાં અંશુમન ઝા અને રઘુબીર યાદવ ફિલ્મમાં હરી અને ઓમના રોલમાં છે
આલિયા ભટ્ટે પોતાની માતા સોની રાઝદાન અભિનિત ફિલ્મ ‘ઓમ કા હરી’ના સ્પેશિયલ સ્ક્રીનિંગ બાદ પિતા અને ફિલ્મમેકર મહેશ ભટ્ટ સાથે જાેડાયેલી બાળપણની એક રમૂજી યાદ તાજી કરી હતી. આલિયાએ કહ્યું કે તેનાં પિતાનો વધારે પડતો નાટકીય અંદાજ ઘણી વખત પરિવાર માટે યાદગાર ક્ષણો ઊભી કરી દે છે.પોતાનાં બાળપણની વાત કરતાં આલિયાએ કહ્યું, “મારા પિતા બહુ થિયેટ્રિકલ છે અને ક્યારેક એમાંથી બહુ સારા કિસ્સા બની જાય છે. હું જ્યારે પહેલાં ધોરણમાં હતી ત્યારે મારી સ્પેલિંગ ટેસ્ટ હતી અને કોઈ કારણસર મને ડર હતો કે હું ‘ંરી’નો સ્પેલિંગ ભુલી જઈશ. મારા પિતાએ એ સ્પેલિંગ મારા મગજમાં બેસાડી દેવાનું નક્કી કર્યું. મને એ ભુલાય નહીં એ માટે તેમણે બહુ નાટકીય હાવભાવ સાથે મને શીખવ્યું. મને આજે પણ યાદ છે, તેઓ એક ગ્રિઝલી બેર જેવા, ખૂબ જ થિયેટ્રિકલ અને મજાના લાગતા હતા.”હરીશ વ્યાસના ર્નિદેશનમાં બનેલી આ ફિલ્મમાં અંશુમન ઝા અને રઘુબીર યાદવ ફિલ્મમાં હરી અને ઓમના રોલમાં છે. વાર્તામાં સ્વતંત્ર વિચાર ધરાવતા પુત્ર હરી અને તેના કડક સ્વભાવના પિતા ઓમ વચ્ચેના સંબંધને કેન્દ્રમાં રાખવામાં આવ્યો છે. હરીને પોતાના જીવનમાં ઓછા દિવસો બાકી હોય એવું લાગે છે અને તે વારાણસી જવા નીકળે છે. આ સફરમાં પિતા પણ તેની સાથે જાય છે અને બંને વચ્ચેનો સંઘર્ષ ધીમે ધીમે પ્રેમ, દુ:ખ અને વણકહેલી લાગણીઓને સમજવાની તકમાં બદલાય છે. ‘ઓમ કા હરી’ હરીશ વ્યાસની પ્રેમ વ્યક્ત કરવાની જરૂરિયાત પર આધારિત ફિલ્મોની ટ્રિલોજીની ત્રીજી કડી છે. ફિલ્મનું નિર્માણ ફર્સ્ટ રે ફિલ્મ્સે કર્યું છે અને ૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ થિએટ્રર્સમાં રિલીઝ થશે.




