છઠીમૈયા ગીતના શૂટ વખતે ભાવુક થઈ તમન્ના ‘ધ વિવાન’ના ટ્રેલર લૉન્ચમાં તમન્નાએ સિદ્ધાર્થ માટે બનાવ્યો નવો શબ્દ ‘હેન્ડસમ-તા’ ‘છઠ્ઠી મૈયા’ના સિક્વન્સનું શૂટિંગ કરતી વખતે પોતાની આંખોમાં આંસુ આવી ગયા હોવાનું પણ તમન્નાએ જણાવ્યું
મુંબઈમાં યોજાયેલા ‘ધ વિવાન’ના ટ્રેલર લૉન્ચમાં ફિલ્મની જાેડી સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયા ચર્ચામાં રહી હતી. એક તરફ તમન્નાએ સિદ્ધાર્થના વ્યક્તિત્વ અને તેના સેટ પરના વર્તનના વખાણ કર્યા, તો બીજી તરફ ફિલ્મના ‘છઠ્ઠી મૈયા’ ગીત અને છઠ્ઠ પૂજા પરંપરા સાથેનો પોતાનો અનુભવ પણ શેર કર્યાે.સિદ્ધાર્થ તરફ ઈશારો કરતાં તમન્નાએ હળવા અંદાજમાં તેના માટે ‘હેન્ડસમતા’ શબ્દ બનાવ્યો. તેણે કહ્યું, “હેન્ડસમતાનું જે ટાઇટલ છે, જે હેન્સમનેસ બતાવે છે, તેની સાથે કામ કરવાની મને તક મળી!” ત્યારબાદ તેણે સિદ્ધાર્થના સેટ પરના વર્તનના વખાણ કરતાં કહ્યું કે બે દાયકાથી ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યા બાદ પણ સિદ્ધાર્થની ફુંફ અને શિષ્ટતાએ તેને પ્રભાવિત કરી છે. તેનાં મતે સિદ્ધાર્થ માત્ર દેખાવમાં ડેશિંગ નથી, પરંતુ વ્યક્તિ તરીકે પણ ખૂબ સારો છે.ફિલ્મના ‘છઠ્ઠી મૈયા’ ગીત અંગે પણ તમન્નાએ વાત કરી હતી. હિન્દી ફિલ્મોમાં છઠ્ઠ પૂજાનું પ્રમાણમાં ઓછું જાેવા મળતું ચિત્રણ આ ગીતની ખાસિયત છે. મુંબઈમાં મોટી થયેલી તમન્નાએ કહ્યું કે તે દર વર્ષે જુહુ બીચ પર છઠ્ઠ પૂજા માટે એકઠી થતી ભીડ જાેતી હતી, પરંતુ આ તહેવારની પરંપરા અને વિધિ વિશે તેને શૂટિંગ દરમિયાન વધુ જાણકારી મળી.તેણે કહ્યું, “મને ખબર પડી કે આ બહુ કઠીન વ્રત છે. ૩૬ કલાક સુધી લોકો પાણી વિના રહીને છઠ્ઠી મૈયાની પ્રાર્થના કરે છે.” તમન્નાએ ઉગતા સૂર્યની સાથે અસ્ત થતા સૂર્યને પણ આપવામાં આવતા સમાન મહત્વનો ઉલ્લેખ કરતાં તેને બિહારી સંસ્કૃતિનો સુંદર ભાગ ગણાવ્યો.‘છઠ્ઠી મૈયા’ના સિક્વન્સનું શૂટિંગ કરતી વખતે પોતાની આંખોમાં આંસુ આવી ગયા હોવાનું પણ તમન્નાએ જણાવ્યું. તેણે કહ્યું,“મને ખબર નથી કેમ, પરંતુ હું ભાવુક થઈ રહી હતી. અમે કલાકારો ઘણી વખત માત્ર એક માધ્યમ બની જઈએ છીએ. ફિલ્મોનો હેતુ જ લોકોને કંઈક અનુભવ કરાવવાનો છે.” ટ્રેલર લૉન્ચમાં એકતા કપૂર, દીપક મિશ્રા, અરુણાભ કુમાર, અનુપ સોની, સુનીલ ગ્રોવર, મનીષ પૉલ અને શ્વેતા તિવારી સહિતની ટીમ હાજર રહી હતી. ‘ધ વિવાન’ ૨૫ સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.




