ભાગેડુ લલિત મોદીના જીવનના ઉતારચઢાવ રજૂ થશે ભાગેડુ કૌભાંડી લલિત મોદીની પણ હવે બાયોપિક બનશે લલિત મોદી ઇન્ડિયન પ્રિમિયર લીગના કમિશનરપદે હતા ત્યારે જાતજાતના વિવાદો થયા હતા ભાગેડુ લલિત મોદીના જીવનના ઉતારચઢાવને રજૂ કરતી ફિલ્મ પોતાના બેનર નડિયાદવાલા ગ્રાન્ડસન એન્ટરટેઇનમેન્ટ હેઠળ બનાવવાની જાહેરાત સાજીદ નડિયાદવાલાએ કરી છે.લેખક અને નિર્માતા સ્નેહા રજની લેખન અને ડેવલપમેન્ટ ટીમનો હિસ્સો છે. હાલ આ ફિલ્મના લેખનનું કામ ચાલી રહ્યું છે. લલિત મોદીએ પોતે અગાઉ પોતાના જીવન પરથી ફિલ્મ બની રહી હોવાની જાહેરાત કરી હતી. મોદીએ જ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ પર જે ટીમ કામ રહી છે તેની આગેવાની સ્નેહા રજની કરી રહી છે.લલિત મોદી ઇન્ડિયન પ્રિમિયર લીગના કમિશનરપદે હતા ત્યારે જાતજાતના વિવાદો થયા હતા. આ ઉપરાંત લલિત મોદીએ પોતે એકટ્રેસ સુસ્મિતા સેન સાથે રિલેશનશિપમાં હોવાની એકતરફી જાહેરાત પણ કરી દીધી હતી. ભારતીય ક્રિકેટ અને મનોરંજનક્ષેત્રમાં જે મોટું પરિવર્તન આવ્યુ તેની સાથે લલિત મોદીની જીવનકથા વણાયેલી છે. તેમાંથી કેટલી બાબતો ફિલ્મમાં કઈ રીતે રજૂ થાય છે તે જાેવાનું રહેશે.




