હીરોના કહેવાથી રિપ્લેસ કરવામાં આવી ‘હીરોની પત્નીને પસંદ ન હોવાથી મને ફિલ્મમાંથી કાઢી મુકી’ : તાપસી પન્નુ ક્યારેક કલાકારોને ન ગમતું કામ પણ સ્વીકારવું પડે છે; એકસરખી છબીમાં બંધાઈ ન જવાય તે માટે કેટલાક પ્રોજેક્ટ્સ પણ ઠુકરાવ્યા
તાપસી પન્નુએ પોતાની કારકિર્દી દરમિયાન ફિલ્મોમાંથી રિપ્લેસ કરવામાં આવેલા કેટલાક પ્રસંગો વિશે એક ઇન્ટરવ્યુમાં વાત કરી છે. તાપસીએ જણાવ્યું કે કેટલીક વખત તેને ફિલ્મમાંથી કેમ દૂર કરવામાં આવી તે અંગે સ્પષ્ટ કારણ પણ આપવામાં આવ્યું નહોતું. એક પ્રસંગને યાદ કરતાં તેણે કહ્યું કે ફિલ્મના હીરોને પોતે ફિલ્મમાં જાેઈતી નહોતી, જ્યારે અન્ય એક કિસ્સામાં તેને એવું કારણ આપવામાં આવ્યું હતું કે “હીરોની પત્નીને તમે પસંદ નથી.”તાપસીએ કહ્યું કે તેને એક ફિલ્મમાંથી હીરોના કહેવાથી રિપ્લેસ કરવામાં આવી હતી. કારણ અંગે તેને કોઈ સ્પષ્ટ જવાબ મળ્યો નહોતો. તેનાં મતે તેની પાછળ અસુરક્ષા, હીરોની કોઈ અન્ય અભિનેત્રી સાથેનાં સંબંધો જેવા અનેક કારણો હોઈ શકે છે, પરંતુ તેને ચોક્કસ કારણ જણાવવામાં આવ્યું નહોતું.આ પછી તેણે તેને પોતાને મળેલું “સૌથી ખરાબ કારણ” ગણાવતા કહ્યું કે તેને કહેવામાં આવ્યું હતું, “હીરોની પત્નીને તમે પસંદ નથી.” જાેકે તાપસીએ હીરો કે તેની પત્નીની ઓળખ જાહેર કરી નથી.તાપસીએ પોતાના કામની પસંદગી અંગે પણ વાત કરી. તેનાં મતે ફિલ્મ ઉદ્યોગમાં કેટલાક પ્રકારના પાત્રો માટે નિશ્ચિત કલાકારોની પસંદગી કરવામાં આવે છે. ગ્લેમરસ ભૂમિકાઓ માટે અલગ અભિનેત્રીઓ અને ગંભીર અથવા સામાજિક મુદ્દાઓ આધારિત ફિલ્મો માટે અલગ અભિનેત્રીઓનો સમૂહ હોવાની તેણે વાત કરી.સતત એક જ પ્રકારના રોલથી બચવા માટે તાપસી કેટલીક ફિલ્મો નકારી કાઢે છે. તેણે કહ્યું કે જાે દર્શકો અભિનેત્રીને જાેઈને જ ફિલ્મનાં અંત વિશે અનુમાન કરી શકે તો તે પ્રોજેક્ટ સ્વીકારવાનો અર્થ નથી. તેથી ક્યારેક તે નિર્માતાઓને પોતાને કાસ્ટ ન કરવાની સલાહ પણ આપે છે. વર્કળન્ટની વાત કરીએ તો તાપસી છેલ્લે દેવાશિષ મખીજાની એક્શન-થ્રિલર ગાંધારીમાં જાેવા મળી હતી.




