૭ ઓક્ટોબરના હમાસ હુમલા અગાઉની કથિત ચેતવણીને લઈને વિવાદ મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે નેતન્યાહૂ મુસ્લિમ દેશની સિક્રેટ મુલાકાતે, ઈરાન ટેન્શનમાં! અગાઉ પણ નેતન્યાહૂ અને શેખ મોહમ્મદ વચ્ચે UAE માં ખાનગી મુલાકાત થયાના અહેવાલો સામે આવ્યા હતા. ઈઝરાયલના પ્રમુખ બેન્જામિન નેતન્યાહૂએ રવિવારે અચાનક અબુ ધાબીની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે UAE ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાન સાથે મુલાકાત કરી હતી. મીડિયા અનુસાર, એક વરિષ્ઠ ઈઝરાયલી અધિકારીએ આ મુલાકાતની પુષ્ટિ કરી છે, જાેકે બંને દેશોના સરકારી કાર્યાલયો તરફથી તત્કાલ કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું ન હતું.નેતન્યાહૂની આ મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે ૭ ઓક્ટોબર ૨૦૨૩ના હમાસ હુમલા પહેલાં UAE દ્વારા કથિત રીતે આપવામાં આવેલી ચેતવણીને લઈને ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. ઈઝરાયલી મીડિયાના અહેવાલ મુજબ, શેખ મોહમ્મદે હુમલાના લગભગ દોઢ અઠવાડિયા પહેલાં નેતન્યાહૂને જણાવ્યું હતું કે હમાસ ઈઝરાયલ વિરુદ્ધ મોટા ઓપરેશનની તૈયારી કરી રહ્યું છે.આ અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ ચેતવણી ઈઝરાયલી ગુપ્તચર એજન્સીઓ અથવા સેના સુધી પહોંચી ન હતી. જાેકે, નેતન્યાહૂએ આ અહેવાલને સ્પષ્ટપણે નકારી કાઢ્યો છે અને અખબાર સામે કાનૂની કાર્યવાહી કરવાની પણ ચેતવણી આપી છે. બીજી તરફ, UAE એ આ રિપોર્ટ પર સીધી કોઈ પ્રતિક્રિયા આપી નથી, પરંતુ અબુ ધાબીનું કહેવું છે કે ૨૦૨૦માં ઈઝરાયલ સાથે રાજદ્વારી સંબંધો સ્થપાયા બાદ બંને દેશો વચ્ચે વાતચીત માટે સીધા સંપર્કાે જળવાયેલા છે.આ અગાઉ પણ નેતન્યાહૂ અને શેખ મોહમ્મદ વચ્ચે UAE માં ખાનગી મુલાકાત થયાના અહેવાલો સામે આવ્યા હતા. મે મહિનામાં ઈઝરાયલી પ્રમુખ ના કાર્યાલયે જણાવ્યું હતું કે તેમણે UAE ની ‘ગુપ્ત મુલાકાત’ કરી હતી અને ત્યાંના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી. અગાઉ UAE એ મુલાકાતથી ઇનકાર કર્યાે હતો, પરંતુ બાદમાં સૂત્રોએ પુષ્ટિ કરી હતી કે બંને નેતાઓ વચ્ચે ઓમાનની સરહદ પાસે આવેલા અલ એન શહેરમાં મુલાકાત થઈ હતી.




