ટ્રમ્પને ઈરાનના ઈરાદાઓ પર ભરોસો નથી ટ્રમ્પે ઈરાનની શરતો ફગાવતાં દુનિયાના શ્વાસ અધ્ધર થયાં અમેરિકા પાસે શસ્ત્રો અને દારૂગોળાનો જથ્થો ઘટી રહ્યો હોવાથી, ટ્રમ્પ અત્યારે કોઈ મોટા સૈન્ય અભિયાન માટે સંપૂર્ણ તૈયાર દેખાતા નથી.
ઈરાને કતાર મારફતે અમેરિકા સમક્ષ એક ૭ દિવસનો ખાસ પ્રસ્તાવ મૂક્યો હતો. આ યોજના હેઠળ ઈરાન આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્ત્વપૂર્ણ એવા સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ફરી ખોલવા અને પરમાણુ મુદ્દે અમેરિકા સાથે વાતચીત પુન: શરૂ કરવા તૈયાર થયું હતું. પરંતુ તેના બદલામાં ઈરાને અમેરિકા સામે ૩ મુખ્ય શરતો રાખી હતી.અમેરિકન પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે આ પ્રસ્તાવને સ્પષ્ટપણે અસ્વીકાર કરી દીધો છે. ટ્રમ્પને શંકા છે કે ઈરાન તેમની માંગણીઓ પૂરી નહીં કરે. અમેરિકાના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ટ્રમ્પે તેમના સહયોગીઓને સંકેત આપ્યા છે કે નવેમ્બરમાં યોજાનારી ‘મિડટર્મ’ ચૂંટણીઓ પછી ઈરાન પર ફરીથી લશ્કરી કાર્યવાહી અને બોમ્બમારો શરૂ થઈ શકે છે.‘વોલ સ્ટ્રીટ જર્નલ’ના અહેવાલ મુજબ, ટ્રમ્પને ઈરાનના ઈરાદાઓ પર ભરોસો નથી. જાેકે, અહેવાલમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જાે હુમલો થશે તો તેનો વ્યાપ કેટલો મોટો હશે તે નક્કી નથી.હાલમાં અમેરિકા પાસે શસ્ત્રો અને દારૂગોળાનો જથ્થો ઘટી રહ્યો હોવાથી, ટ્રમ્પ અત્યારે કોઈ મોટા સૈન્ય અભિયાન માટે સંપૂર્ણ તૈયાર દેખાતા નથી. અમેરિકા પોતાના શસ્ત્રભંડારને ભવિષ્યની અન્ય સંભવિત જરૂરિયાતો માટે બચાવીને રાખવા માંગે છે.




