ટ્રમ્પનો મોટો દાવો હોર્મુઝ બંધ થતાં ઈરાન કંગાળ બન્યું, આર્થિક સંકટમાં મુકાયું ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરીને વિશ્વ માટે સમસ્યા ઊભી કરવાનો પ્રયાસ કર્યાે હતો, પરંતુ તેનો આ ર્નિણય પોતાના માટે જ નુકસાનકારક સાબિત થયો
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ સામુદ્રધુનીને લઇને એક મોટું નિવેદન આપ્યું છે. ઈરાન હોર્મુઝ સ્ટ્રેટને તુરત જ ખોલવા માંગે છે, કારણ કે ખાડી બંધ થવાથી તેની આવક પર અસર પડી રહી હોવાનો ટ્રમ્પે દાવો કર્યાે છે.ટ્રમ્પે કહ્યું કે ઈરાન હોર્મુઝ સ્ટ્રેટમાંથી આવક રળે છે અને હવે પૈસાની અછત સર્જાઇ છે. ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરીને વિશ્વ માટે સમસ્યા ઊભી કરવાનો પ્રયાસ કર્યાે હતો, પરંતુ તેનો આ ર્નિણય પોતાના માટે જ નુકસાનકારક સાબિત થયો છે. ટ્રમ્પે કહ્યું કે ઈરાને વિચાર્યું હતું કે સ્ટ્રેટ બંધ કરીને તે વિશ્વ માટે સમસ્યા ઊભી કરશે.ટ્રમ્પે કહ્યું કે પછી હું આવ્યો અને અમે લશ્કરી ઇતિહાસની સૌથી મોટી નાકાબંધી કરી હતી. તે સ્ટીલની દિવાલ જેવું છે. અમે તેમના માટે સ્ટ્રેટ બંધ કરી દીધો, બાકી બધા ઉપયોગ કરી શકે છે. તેમણે કહ્યું કે એમરિકાની કાર્યવાહી પછી ઈરાન પાસે હવે પૈસા નથી.ટ્રમ્પે કહ્યું કે ઈરાનને હવે સમજાઇ રહ્યું છે કે હોર્મુઝ સ્ટ્રેટને તાત્કાલિક ખોલવું જરૂરી છે. ઈરાનની આર્થિક સ્થિતિ પર સીધી અસર પડી છે અને તેથી જ તેઓ સ્ટ્રેટને ફરીથી ખોલવા માંગે છે. ટ્રમ્પે પત્રકારોને કહ્યું કે મેં તેમનો સોદો ફગાવી દીધો છે. તેઓ સમજૂતી કરવા માંગે છે કે હોર્મુઝ સ્ટ્રેટને તરત જ ખોલવામાં આવે. તેઓ કારમી હારનો સામનો કરી રહ્યા છે.




