બંને બહેનો ટૂંક સમયમાં કરણ સાથે એપિસોડ શૂટ કરશે ‘કૉફી વિથ કરણ ૯’માં આલિયા ભટ્ટ પહેલીવાર બહેન શાહીન સાથે જાેવા મળશે આલિયા અને શાહીન વચ્ચે ખૂબ જ સહજ અને ગાઢ સંબંધ છે અને બંને વચ્ચેનું આ બોન્ડિંગ એપિસોડનું મુખ્ય આકર્ષણ બની શકે છે કરણ જાેહરના લોકપ્રિય સેલિબ્રિટી ચેટ શો કૉફી વિથ કરણની ૯મી સીઝનમાં આલિયા ભટ્ટ ફરી એકવાર કૉફી કાઉચ પર પરત ફરવાની છે. જાેકે આ વખતે આલિયા એકલી નહીં હોય. આ અંગેના અહેવાલો અનુસાર, તે પોતાની બહેન શાહીન ભટ્ટ સાથે શોમાં જાેવા મળશે. બંને બહેનો એક અઠવાડિયાની અંદર આ એપિસોડનું શૂટિંગ કરે તેવી શક્યતા છે.આલિયા અગાઉ પણ કૉફી વિથ કરણમાં અનેક વખત જાેવા મળી ચૂકી છે, પરંતુ શાહીન આ શોમાં પહેલી વખત જાેવા મળશે. આ કારણે બંને બહેનોનો એપિસોડ ખાસ બની શકે છે. શાહીન અત્યાર સુધી આવા સેલિબ્રિટી ચેટ શોમાં બહુ ભાગ્યે જ જાેવા મળી છે.આલિયા અને શાહીન વચ્ચે ખૂબ જ સહજ અને ગાઢ સંબંધ છે અને બંને વચ્ચેનું આ બોન્ડિંગ એપિસોડનું મુખ્ય આકર્ષણ બની શકે છે. બંને બહેનો સાથે મોટા થયાંના અનુભવો, તેમના સંબંધ અને કારકિર્દીની અલગ-અલગ સફર વિશે વાત કરે તેવી શક્યતા છે.આલિયા અને શાહીનનો સંબંધ માત્ર પારિવારિક પુરતો મર્યાદિત નથી. બંને પ્રોફેશનલ સ્તરે પણ સાથે જાેડાયેલા છે અને પ્રોડ્યુસર તરીકે સાથે કામ કરે છે. શાહીન લેખન અને સર્જનાત્મક ક્ષેત્ર સાથે પણ જાેડાયેલી રહી છે.આલિયા માટે આ એપિસોડ કૉફી વિથ કરણ સાથેના તેના લાંબા સંબંધમાં વધુ એક ઉમેરો હશે, જ્યારે શાહીન પહેલીવાર કરણ જાેહરના પ્રશ્નોના જવાબ આપતી ‘હોટ સીટ’ પર જાેવા મળશે. બંને બહેનોની સાથેની આ હાજરીમાં તેમની વ્યક્તિગત બૉન્ડિંગ અને એકબીજા સાથેની સહજ વાતચીતને કેન્દ્રમાં રાખવામાં આવે તેવી શક્યતા છે.




