૧,૭૭૮ આરોપીઓમાંથી માત્ર ૩૦૦ના કેસ પાછા ખેંચાશે નેપાળમાં Gen-Z આંદોલનના કેસો પર નેપાળ સરકારનો ર્નિણય એક વર્ષ બાદ ફરી રાજકીય ગરમાવો; બાબુરામ રેગ્મી સમિતિની ભલામણ બાદ ગંભીર ગુનાઓના આરોપીઓ સામે કાર્યવાહી યથાવત રહેશે
નેપાળમાં એક વર્ષ પહેલાં થયેલા Gen-Z આંદોલન સાથે જાેડાયેલા ફોજદારી કેસોને લઈને ફરી રાજકીય ચર્ચા તેજ બની છે. બાબુરામ રેગ્મીની આગેવાની હેઠળ રચાયેલી સમિતિએ ૧,૭૭૮ આરોપીઓ સામેના ૪૪૫ કેસોમાંથી માત્ર આશરે ૩૦૦ લોકોના કેસ પાછા ખેંચી શકાય તેવી ભલામણ કરી છે.
આ ર્નિણય એવા સમયે આવ્યો છે જ્યારે Gen-Z આંદોલનને એક વર્ષ પૂર્ણ થયું છે અને આંદોલન સાથે જાેડાયેલા આરોપીઓના પરિવાર તથા સમર્થક જૂથો લાંબા સમયથી કેસ પાછા ખેંચવાની માંગ કરી રહ્યા છે.
સમિતિના અહેવાલ મુજબ, માત્ર સામાન્ય વિરોધ પ્રદર્શન અથવા આંદોલનમાં ભાગ લેવા બદલ નોંધાયેલા કેટલાક કેસ પાછા ખેંચી શકાય છે. પરંતુ હત્યા, હત્યાના પ્રયાસ, પોલીસ પર ગંભીર હુમલો, હથિયારોની લૂંટ, આગચંપી તેમજ સરકારી કે ખાનગી સંપત્તિને નુકસાન જેવા ગંભીર ગુનાઓ સાથે જાેડાયેલા કેસ પાછા ખેંચવામાં હાલના કાયદા હેઠળ મુશ્કેલી છે.
સમિતિએ દરેક આરોપીના કેસની સ્થિતિ અલગથી તપાસી હતી અને આરોપીઓને વિવિધ કેટેગરીમાં વર્ગીકૃત કર્યા હતા. તેના અભ્યાસમાં આવેલા કેસોમાંથી ૫૩ કેસમાં અદાલતી ચુકાદો પણ આવી ચૂક્યો હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.
સમિતિનો મુખ્ય અભિગમ એ છે કે માત્ર રસ્તા પર ઉતરીને વિરોધ કરવા અથવા આંદોલનમાં હાજર રહેવા બદલ કોઈ વ્યક્તિ સામે કાર્યવાહી કરવામાં આવી હોય તો આવા કેસોની સમીક્ષા કરી શકાય. બીજી તરફ, હિંસક અથવા ગંભીર ગુનાહિત પ્રવૃત્તિના આરોપો ધરાવતા લોકો માટે કેસ પાછો ખેંચવાની જાેગવાઈ હાલના કાયદામાં મર્યાદિત છ
અહેવાલમાં સંસદ ભવન, સુપ્રીમ કોર્ટ અને સિંહદરબાર જેવી મહત્વપૂર્ણ સરકારી ઇમારતોમાં તોડફોડ કે આગચંપી તેમજ ખાનગી સંપત્તિને નુકસાન પહોંચાડવાના આરોપો ધરાવતા કેસો અંગે પણ અલગ કાનૂની પ્રક્રિયાની જરૂરિયાત દર્શાવવામાં આવી છે.
આ મુદ્દો અગાઉની સરકાર અને Gen-Z પ્રતિનિધિઓ વચ્ચે થયેલા કરાર સાથે પણ જાેડાયેલો છે. ૨૦૨૫ના આંદોલન બાદ થયેલા ૧૦ મુદ્દાના કરારમાં રાજકીય વિરોધમાં માત્ર ભાગ લેવા બદલ ફોજદારી કાર્યવાહી ન કરવાની અને સંબંધિત કેસો પર કાયદાકીય પ્રક્રિયા મુજબ રાહત આપવાની વાત કરવામાં આવી હતી.
પછી સરકાર દ્વારા બાબુરામ રેગ્મીની આગેવાની હેઠળ સમિતિ બનાવવામાં આવી હતી, જેથી કયા કેસ કાયદેસર રીતે પાછા ખેંચી શકાય અને કયા કેસમાં કાર્યવાહી ચાલુ રાખવી જરૂરી છે તે નક્કી થઈ શકે.
સરકારે સમિતિનો અહેવાલ ગૃહ મંત્રાલયને મોકલી દીધો છે અને હવે આગળની કાર્યવાહી કાયદાકીય પ્રક્રિયા મુજબ થશે. તેથી ૧,૭૭૮ આરોપીઓમાંથી આશરે ૩૦૦ને મળનારી સંભવિત રાહત અને બાકીના કેસોમાં કાર્યવાહી વચ્ચેનો તફાવત આગામી દિવસોમાં નેપાળની રાજકીય ચર્ચામાં મહત્વપૂર્ણ મુદ્દો બની શકે છે.




