(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત.
નવી દિલ્હીમાં ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (DCP) સચિન શર્મા સહિત આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ (ACP) રેન્કના ઉપરના પોલીસ અધિકારીઓ માટે ૬ ઓક્ટોબર થી બોડી-કેમેરા પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે.
તાજેતરમાં દિલ્હીના પોલીસ અધિકારીઓ પર છેડતીના આરોપ લાગ્યા બાદ જવાનો અને અધિકારીઓને બોડી-કેમેરા આપવામાં આવ્યા છે. આ કેમેરામાં વિડિયો-ફૂટેજ રેકોર્ડ થતું રહેશે જેથી ભવિષ્યમાં આવી ઘટનાની તપાસ સરળ બનશે.
૩ ઓક્ટોબરે જંતર-મંતર પાસે વિરોધ-પ્રદર્શન દરમ્યાન ૩ મહિલા પત્રકારોએ ACP પિયુષ ભગત સહિત ૩ પોલીસ કર્મચારીઓ પર છેડતીનો આરોપ લગાવ્યો હતો. સોશ્યલ મીડિયા પર મહિલાઓની સુરક્ષા સામે સવાલ ઉઠ્યા બાદ લોકસભાના વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ સોશ્યલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે “મહિલા પત્રકારના આરોપ બાદ સેંકડો પત્રકારો કલાકોથી ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધવાની માંગણી સાથે બેઠા છે પણ પોલીસે આ પાયાનું કામ કર્યું નથી.
અગાઉ પણ વિડિયો-પુરાવા સાથે આપણે જોયું છે કે પોલીસ-ઓફિસરો મહિલાઓ સાથે ગંદુ ગેરવર્તન કરે છે. આમ દિલ્હી માં જ્ઞાનેશ હટાવો આંદોલન માં હવે મહિલા પત્રકારોની છેડતી અને સુરક્ષાનો મામલો ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે ત્યારે હાલ દિલ્હી પોલીસ હવે સવાલોના ઘેરામાં તો જરૂર આવી ગઇ છે.




