રાજકોટ જાણે ક્રાઈમ કેપિટલ તરફ વધી રહ્યું હોય તેમ એક પછી એક ગુના વધતા જાય છે. આ સંજોગોમાં એક જાગૃત વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટી દ્વારા આજે રાજકોટ શહેર પોલીસ કમિશનરને રાજકોટ શહેરમાં બની રહેલા હત્યા અને લૂંટના બનાવવા મુદ્દે આવેદનપત્ર આપ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી તેજસ ગાજીપરા, રાજકોટ લોકસભા પ્રમુખ દિલીપસિંહ વાઘેલા, રાજકોટ શહેર પ્રમુખ રાજેશભાઈ ડાંગરિયા, વરિષ્ઠ આગેવાન શિવલાલભાઈ બારસીયા, વોર્ડ નંબર 11 પ્રમુખ હરેશભાઈ ગજેરા, વોર્ડ નંબર 18 પ્રમુખ હિતેશભાઈ પ્રજાપતિ, શીતલબેન ગોહેલ, દિનેશભાઈ ખાટરીયા, રાઘવજીભાઈ અજુડીયા, મહેશભાઈ ગોહેલ, દિલીપભાઈ વોરા, વિવેકભાઈ લીંબાસીયા, વાલજીભાઈ કણજારીયા, કાંતિભાઈ અજાણી, નિલેશભાઈ મોભેરા, જીવરાજભાઈ રામાણી અને જીગ્નેશભાઈ સોની સહિત મોટી સંખ્યામાં અગ્રણીઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા.
આ દરમિયાન આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી તેજસ ગાજીપરાએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં છેલ્લા 48 કલાકમાં 2 હત્યાઓ થઈ છે, આના પરથી દેખાઈ રહ્યું છે કે શહેરમાં કાયદો અને વ્યવસ્થા ખરડાઈ રહી છે. પ્રશાસન પોતાનું કામ કરે છે પણ જ્યાં જે ડ્રાઇવ ચાલવી જોઈએ અને જનતા માટે અવેરનેસ આવવી જોઈએ એ નથી આવી, એના હિસાબે ગુનેગારો રાજકોટમાં બેફામ ફરી રહ્યા છે. સામાન્ય બાબતોમાં મારામારી અને હત્યાઓ થઈ રહી છે, આવા લોકો પર કાયદાની તાકાત અજમાવીને કડક પગલાં લેવામાં આવે અને બીજો કોઈ વ્યક્તિ આવું કોઈ પગલું ભરતા સો વાર વિચાર કરે એવું વાતાવરણ ઊભું કરવા અમે આજે રજૂઆત કરવા આવ્યા છીએ, રાજકોટ સિટીમાં ક્રાઈમ ઘટે અને લોકો શાંતિથી તહેવારો મનાઈ શકે એવું વાતાવરણ ઊભું કરવા રજૂઆત કરી હતી.




