વાર્તાઓ સાથે જાેડાણ ન અનુભવાતાં તેણે બ્રેક લીધો મૃણાલ ઠાકુરે ૯ મહિનાથી એક પણ ફિલ્મ સાઇન નથી કરી કોઈ ફિલ્મ અંગે સત્તાવાર જાહેરાત થશે તો તે પોતાનાં સોશિયલ મીડિયા હેન્ડલ પર કરશે ‘રાકા’માં અલ્લુ અર્જુન અને દીપિકા પાદુકોણ સાથે કામ કરવાની ચર્ચા વચ્ચે અભિનેત્રી મૃણાલ ઠાકુરે સ્પષ્ટ કર્યું કે ફિલ્મોની ઓફરનો અભાવ નહીં, પરંતુ વાર્તાઓ સાથે જાેડાણ ન અનુભવાતાં તેણે બ્રેક લીધો છે.મૃણાલ ઠાકુરે છેલ્લા નવ મહિનાથી એક પણ ફિલ્મ સાઇન કરી નથી. અલ્લુ અર્જુન, દીપિકા પાદુકોણ અને દિગ્દર્શક અટલીની આગામી સાયન્સ ફિક્શન ફિલ્મ રાકામાં મૃણાલ પણ જાેડાવાની હોવાની ચર્ચા વચ્ચે તેણે પોતાનાં ર્નિણય અંગે ખુલાસો કર્યાે છે. મૃણાલના જણાવ્યા અનુસાર, ફિલ્મોની ઓફર ન મળતી હોવાને કારણે નહીં, પરંતુ બની રહેલી ફિલ્મોની વાર્તાઓ સાથે જાેડાણ ન અનુભવાતાં તેમણે થોડો સમય કામથી દૂર રહેવાનું પસંદ કર્યું છે. મૃણાલે કહ્યું કે લગભગ નવ મહિનાથી તેણે કોઈ ફિલ્મ સાઇન કરી નથી અને હવે તે અર્થપૂર્ણ ભૂમિકાની રાહ જાેઈ રહ્યાં છે. કોઈ ફિલ્મ અંગે સત્તાવાર જાહેરાત થશે તો તે પોતાનાં સોશિયલ મીડિયા હેન્ડલ પર કરશે અને ત્યારબાદ તેની ચર્ચા કરવા તૈયાર રહેશે.ફિલ્મોથી થોડો વિરામ લેવાના ર્નિણય પાછળનું કારણ સમજાવતાં મૃણાલે કહ્યું કે તેને મળતી ઓફરોની સંખ્યા સમસ્યા નથી. પરંતુ હાલ બની રહેલી કેટલીક વાર્તાઓ સાથે તેઓ પોતાને જાેડી શકતી નથી. એક ફિલ્મનાં સેટ પર લગભગ ૧૨૦ દિવસ વિતાવવા પડતા હોવાથી તે એવી ફિલ્મો પસંદ કરવા માગે છે, જેમાં કામ કરતી વખતે પોતાની પસંદગી અંગે પ્રશ્નો ઊભા ન થાય. તેનાં માટે પ્રેમ અને ઓળખની સાથે સર્જનાત્મક સંતોષ પણ એટલો જ મહત્ત્વનો છે. તે એવું કામ કરવા માગે છે, જેને ૩૦ વર્ષ પછી પણ યાદ કરવામાં આવે. દરમિયાન, રાકાને લઈને પણ ઉત્સુકતા વધી રહી છે. અટલીના દિગ્દર્શનમાં બની રહેલી આ ફિલ્મમાં અલ્લુ અર્જુન અને દીપિકા પાદુકોણ મુખ્ય ભૂમિકામાં છે. વર્ષ ૨૦૨૭માં રિલીઝ થનારી ફિલ્મે રિયલ ટાઇમમાં એકસાથે સૌથી વધુ કલાકારોના મોશન-કેપ્ચરનો ગિનેસ વર્લ્ડ રેકોર્ડ પણ નોંધાવ્યો છે, જેમાં ૩૭ કલાકારોએ એકસાથે ભાગ લીધો હતો.




