(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
સુરત મહાનગરપાલિકામાં કમિશ્નર, ઝોનલ ચીફ, ઝોનલ ઓફિસર અને શહેરી વિકાસ ખાતાના અધિકારીઓ જે તે શહેરના ઝોન અને વિસ્તારથી માહિતગાર હોવા જ જોઈએ. જો તેઓ જે તે વિસ્તારથી માહિતગાર ના હોય તો તેમના વિસ્તારમાં થતાં કાયદેસર કે ગેરકાયદેસરના બાંધકામો દરમ્યાન થતાં અકસ્માત જેવા બનાવોમાં જે તે સ્થળે પહોંચવું સરળ થઈ પડે. પરંતુ જો અધિકારીઓ કે કર્મચારીઓ વિસ્તારથી માહિતગાર ના હોય તો અકસ્માત સમયે જે તે સ્થળે પહોંચવું ઘણું જ મુશ્કેલ પડે છે. સામાન્ય રીતે ઝોન માં ફરજ બજાવતા કર્મચારી/અધિકારી ને તેમના વિસ્તાર અંગે પૂરતી માહિતી હોવી જ જોઈએ. હાલમાં લિંબાયત ઝોન વિસ્તારમાં લિંબાયત ઝોનના ઝોનલ ઓફિસર કામિનીબેન દોશીને મળવાનું થયું. તેમના વિસ્તારમાં ચાલી રહેલા સુરતના પરવત પાટીયા, પુણા કુંભારીયા રોડ ઉપર આજથી નવ થી દસેક વર્ષ પહેલા ઉભી કરાયેલી શિવશક્તિ માર્કેટ આજે જ્યારે ખંડેર હાલતમાં બનીને ઉભેલી છે અને તે ખંડેર બાંધકામ ઉપર હાલના બિલ્ડરે જે બાંધકામ છે તે બાંધકામની ગુણવત્તા કે સ્ટ્રેંથ સ્ટેબિલિટી રિપોર્ટ મેળવ્યા વગર પુનઃ બાંધકામ શરૂ કરતાં તેના વિરુધ્ધમાં છપાયેલા અહેવાલો અંગે પૂછપરછ કરતાં ઝોનલ ઓફિસર અને તેના અધિકારીઓએ બાંધકામ વાળી મિલકત ક્યા આવી છે તે અંગે અજ્ઞાનતા દર્શાવી પોતાની વિસ્તાર અંગે ની અજ્ઞાનતા છતી કરી છે. જો આજ રીતે અધિકારીઓ તેઓની એસી ઓફિસોમાં બેઠા બેઠા જ કામ કરે તો કોઈ અકસ્માત સમયે રાહત કામગીરી કરી શકે નહીં. અધિકારીઓએ જાણવું જોઈએ અને સમજવું જોઈએ તેઓ જે એસી ઓફિસમાં બેસી સત્તા વાપરી રહ્યા છે , જે એસી ગાડીનો ઉપયોગ કરી રહ્યા છે, જે તેમણે પગાર મળી રહ્યા છે તે શહેરની જનતાના ટેક્ષના પરસેવાની કમાણીના છે. અને તેનો દૂર ઉપયોગ ન થવો જોઈએ. જે અધિકારીઓએ પોતાના વિસ્તારની જ ખબર ના હોય તેવા અધિકારીઓ જનતાની શું ખાક સેવા કરવાના?
વિકાસ ગ્રાહક સુરક્ષા અને સંશોધન કેન્દ્ર ના દક્ષિણ ગુજરાત ના પ્રમુખ છગનલાલ મેવાડા એ પરવત પાટિયા વિસ્તારમાં નવ થી દસ વર્ષ પહેલા શરૂ કરવામાં આવેલ શિવશક્તિ માર્કેટ નું બાંધકામ એકાએક બંધ થઈ ગયેલ અને આ બાંધકામ હાલમાં છેલ્લા ૦૨ માસથી ફૂલ જોરમાં ચાલી રહેલ છે. તો શું આ બાંધકામ માં વપરાતા સ્ટીલ , સિમેન્ટ અને અન્ય મટિરિયલને કોઈ અસર નહીં થઈ હોય ? શું સ્ટીલ ને કાટ(ઝંખ) નહીં લાગ્યો હોય ? તેની પરવા કર્યા વગર બાંધકામ પુનઃ શરૂ કરેલ છે. બિલ્ડર છે તેઓ પૈસા પાછળ ગમે તે હદ સુધી જઈ શકે પરંતુ જેઓના વિસ્તારમાં આ બાંધકામ થઈ રહેલ છે તે અધિકારીઓને કે આ બાંધકામ માટે મંજૂરી આપનાર શહેર વિકાસ ખાતાના અધિકારી ને તેની કોઈ ચિંતા કે પરવાહ ના હોય ત્યારે તેઓની ફરજ પ્રત્યે નિષ્કાળજી કે બેદરકારી સેવી રહ્યા છે. તેવું માનવા કારણ મળે છે. રેરાના કાયદા મુજબ ચોક્કસ સમય મર્યાદા મુજબ બાંધકામ પૂરું થવું જોઈએ. અને એ જ હકીકત રજા ચિઠ્ઠીમાં દર્શાવેલું હોય છે. રજા ચિઠ્ઠી અને રેરા ના કાયદાનો ભંગ ન થાય એ જોવાની જવાબદારી રેરા ના અધિકારીઓની અને રજા ચિઠ્ઠી આપનાર અધિકારીઓની હોય છે. ત્યારે અહી તો પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે રજા ચિઠ્ઠી આપનાર અધિકારી કે રેરા ના અધિકારીઓ કુંભકર્ણની ઘોર નિન્દ્રામાં પોઢી ગયા છે? કે પછી તેઓને ચૂપ રહેવા ઉપરથી સૂચના છે? જે ઝોનના ઝોનલ ઓફિસરને ઝોન વિસ્તારમાં ચાલી રહેલા બાંધકામ વિશે કે વિસ્તાર વિશે માહિતી ના હોય તે કેટલા અંશે વ્યાજબી કહેવાય? ત્રણ માળ કરતાં વધુની હાઇરાઇઝ્ડ બિલ્ડીંગ હોય અને તેના બાંધકામ પૂરું ના થાય ત્યાં સુધી કે BUC આપવામાં ના આવે ત્યાં સુધી તેવા બાંધકામ શહેર વિકાસ ખાતાના
અધિકારીઓની દેખરેખ હેઠળ હોય પરંતુ જ્યાં બાંધકામ ચાલતું હોય અને મેઇન રસ્તા ઉપર રોકાણ થતું હોય, રસ્તા ઉપર માલ સમાનની ગાડીઓની અવર-જવર થતી હોય ત્યારે એ વિસ્તાર ની માહિતી જે તે ઝોન ના અધિકારીઓને ના હોય એ વાત માની શકાય નહીં? આ જ હકીકત શિવશક્તિ માર્કેટની છે.
સુરત મહાનગરપાલિકાના અધિકારીઓની બેદરકારી અને નિષ્કાળજીને કારણે તેમજ બિલ્ડરની લોભ વૃત્તિને કારણે હાલના બાંધકામની ગુણવત્તાની તેમજ બિલ્ડીંગની સ્ટેન્થ સ્ટેબિલિટીની પરવાહ કર્યા વગર ન કરે નારાયણ અને કોઈ જાનહાનિ થાય કે બાંધકામ જમીન ધ્વસ્ત થાય તેવા સંજોગમા મહાનગરપાલિકાના અધિકારીઓ અને બિલ્ડર સામૂહિક રીતે જવાબદાર ઠરે છે. વિકાસ ગ્રાહક સુરક્ષા અને સંશોધન કેન્દ્ર ના માધ્યમથી આવા લાપરવાહ અધિકારીઓ અને બિલ્ડર સામે ગુનો દાખલ કરવાની ફરજ પડશે.
સુરત મહાનગર પાલિકાના લિંબાયત ઝોનના અધિકારીઓ મનમાની રીતે વર્તી રહ્યા છે. સુરત મહાનગર પાલિકાના કમિશ્નર થી લઈ ને વર્ગ-૪ ના કર્મચારીઓના ગણવેશ ફીક્સ કરેલા છે. અને મોટા ભાગના અધિકારીઓ યુનિફોર્મ પહેરતા હોય છે. પરંતુ લિંબાયત ઝોનના ઝોનલ ઓફિસર કામિની દોશીને યુનિફોર્મ પહેરવામાંથી મુક્તિ આપેલી હોય એમ કે તેઓ યુનિફોર્મની અવગણના કરતાં હોય એમ યુનિફોર્મ પહેરતા નથી. જો મહાનગર પાલિકાના ઝોનની જવાબદારી સંભાળતા ઝોનલ ઓફિસર જ જ્યારે પોતે નિયમોનું પાલન ન કરતા હોય તો તેમની હાથ નીચેના કર્મચારીઓ પાસે યુનિફોર્મ પહેરવાની કેવી રીતે અપેક્ષા રાખી શકાય?




