ગુજરાતમાં હીરા ઉદ્યોગની ચમક ઝાંખી પડી! મંદીને કારણે રત્નકલાકારોની હીરા વ્યવસાયને ‘અલવિદા’ વૈશ્વિક આર્થિક કટોકટીને લીધે અમદાવાદમાં ૪૦ ટકા હીરાના કારખાનાના પાટિયા પડ્યાં ગુજરાતના હીરા ઉદ્યોગ પર વૈશ્વિક આર્થિક કટોકટી અને ભૌગોલિક-રાજકીય તણાવની સીધી અસર પડી છે. એક સમયે વૈશ્વિક સ્તરે ડાયમંડ કટિંગ અને પૉલિશિંગમાં ડંકો વગાડતો હીરા ઉદ્યોગ હાલમ મંદીના દોરમાંથી પસાર થઈ રહ્યો છે. આ થક સંકટના કારણે હજારો રત્નકલાકારોએ પરંપરાગત વ્યવસાય છોડીને અન્ય ક્ષેત્રોમાં મજૂરી કે વૈકલ્પિક રોજગારી શોધવાની નોબત આવી છે.હીરાના કારખાનાના માલિકોનું કહેવું છે કે, આ મંદી પાછળ વૈશ્વિક પરિસ્થિતિઓ મુખ્ય જવાબદાર છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ તેમજ મધ્ય-પૂર્વના તણાવને કારણે કાચા હીરાની સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે. આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોને લીધે રફ માલની કિંમતમાં વધારો થયો છે. બીજી તરફ, અમેરિકા અને યુરોપ જેવા મોટા બજારોમાં તૈયાર હીરાની માંગમાં ઘટાડો નોંધાયો છે, જેથી સ્થાનિક ઉદ્યોગકારો બેવડા મારનો સામનો કરી રહ્યા છે.મંદીની સૌથી માઠી અસર નાના અને મધ્યમ કક્ષાના કારખાનાઓ પર પડી છે. એકલા અમદાવાદની વાત કરીએ તો, અહીં અગાઉ ૬૦૦થી વધુ હીરાના કારખાના ધમધમતા હતા, જેમાં અત્યાર સુધીમાં ૪૦થી વધુ કારખાના કાયમી ધોરણે બંધ થઈ ચૂક્યા છે. ઓર્ડરના અભાવ અને આર્થિક બોજ ન ઉપાડી શકવાના કારણે અનેક માલિકોએ કારખાના બંધ કરવાનો કે કામકાજના કલાકો ઘટાડવાનો ર્નિણય લીધો છે.અમદાવાદમાં અગાઉ ૨ લાખથી વધુ રત્નકલાકારો હીરા ઘસી રોજીરોટી મેળવતા હતા. મંદીના આ વંટોળમાં રોજગારી ગુમાવને કારણે આજે તેની સંખ્યા ઘટીને માત્ર સવા લાખ આસપાસ પહોંચી ગઈ છે. હજારો પરિવારો આર્થિક કટોકટીમાં સપડાતા, રત્નકલાકારો હીરા ઉદ્યોગને અલવિદા કહી રહ્યા છે. પરિસ્થિતિની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે આ વખતે હીરા બજારમાં અને કારખાનાઓમાં સત્તાવાર રીતે ૨૧ દિવસનું લાંબુ વેકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે.




