૨૦૨૧ થી તેલુગુ ફિલ્મો કરતી ક્રિતી દક્ષિણમાં લોકપ્રિય સાઉથની ક્રિતી શેટ્ટીનું ‘હમ તેરે પ્યાર મેં’થી બોલિવુડમાં ડેબ્યૂ રોહિત શેટ્ટીની સત્તર વર્ષથી સહાયક ર્નિદેશક રહેલી વિધિ ઘોડગાંવકર આ ફિલ્મથી દિગ્દર્શક બની રહી છે રોહિત શેટ્ટી પ્રેઝન્ટેડ ફિલ્મ ‘હમ તેરે પ્યાર મેં’થી તેલુગુ ફિલ્મોની લોકપ્રિય હિરોઇન ક્રિતી શેટ્વી હિન્દી ફિલ્મ જગતમાં એન્ટ્રી મારી રહી છે. ક્રિતી ૨૦૨૧થી તેલુગુ ફિલ્મોમાં કામ કરી રહી છે.બીજી મહત્વની બાબત એ છે કે સત્તર વર્ષથી રોહિત શેટ્ટીની સહાયક ર્નિદેશક તરીકે કામ કરતી વિધિ ઘોડગાંવકર આ ફિલ્મથી દિગ્દર્શક બની રહી છે. વિધિની દિગ્દર્શક તરીકે આ પહેલી ફિલ્મનું નિર્માણ રોહિત શેટ્ટી એવીએસ સ્ટુડિયો અને ટયુલિપ એન્ટરટેઇનમેન્ટ સાથે મળી કરી રહ્યા છે. વિધિએ રોહિત શેટ્વીના સહાયક ર્નિદેશક તરીકે ‘ગોલમાલ થ્રી’, ‘સિંઘમ‘, ‘ચેન્નાઇ એક્સપ્રેસ’ અને ‘દિલવાલે’ સહિત અનેક ફિલ્મોમાં કામ કર્યું છે.તેલુગુ ફિલ્મોની જાણીતી હિરોઇન ક્રિતી શેટ્ટીની ૨૦૨૪માં ‘માનામેરી’ અને ‘એઆરએમ‘ ફિલ્મો રજૂ થઇ હતી. એ અગાઉ ૨૦૨૩માં તેની ‘કસ્ટડી’ ફિલ્મ પણ હીટ નીવડી હતી.




