ફિલ્મનું નામ બદલાતાં તેની સામેનો સ્ટે પડતો મુકાયો મનોજ બાજપેયીની ફિલ્મ ઘૂસખોર પંડતનું નામ બદલી ગજબ રાત કરાયું ‘ગજબ રાત’ ફિલ્મમાં કામ કરવા માટે મનોજ બાજપેયી અને નીરજ પાંડેએ લગભગ એક દાયકા બાદ ફરી હાથ મિલાવ્યા મનોજ બાજપેયીની ફિલ્મ ‘ઘૂસખોર પંડત’નું નામ બદલી ‘ગજબ રાત’ કરવામાં આવ્યું છે. ફિલ્મનું ટ્રેલર ગુરૂવારે રજૂ કરવામાં આવ્યું હતું જ્યારે ફિલ્મનું પ્રિમિયર ૨૩ ઓક્ટોબરે યોજવામાં આવશે.ફિલ્મના નામથી બ્રાહ્મણ સમુદાયની લાગણી દૂભાઇ હોવાની રજૂઆત કરી ફિલ્મની રજૂઆત સામે દિલ્હી હાઇકોર્ટમાં સ્ટે માંગવામાં આવ્યો હતો. પણ નિર્માતાએ ફિલ્મનું નામ બદલવા માટે સંમત થઇ ફિલ્મનું નામ ‘ઘૂસખોર પંડત’માંથી બદલી ‘ગજબ રાત’ પાડતાં અરજદારોએ તેમનો કેસ પાછો ખેંચી લેતાં ફિલ્મની રજૂઆત આડેનો અવરોધ હટી ગયો હતો.‘ગજબ રાત’ ફિલ્મમાં કામ કરવા માટે મનોજ બાજપેયી અને નીરજ પાંડેએ લગભગ એક દાયકા બાદ ફરી હાથ મિલાવ્યા છે. રિતેશ શાહની ર્નિદેશક તરીકે આ પહેલી ફિલ્મ છે. નીરજ પાંડેની ળાઇડે ફિલ્મ વર્ક્સ દ્વારા નિર્મિત આ ફિલ્મમાં મનોજ બાજપેયી ઉપરાંત સકીબ સલીમ, અક્ષય ઓબેરોય, દિવ્યા દત્તા અને નુસરત ભરૂચાની પણ મહત્વની ભૂમિકાઓ છે.




