(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા) સુરત
એક કહેવત છે કે ઘણાં ને દેવું કરીને પણ ઘી પીવાની આદત હોય છે. અને એવું જ કંઈક સુરતીઓ માટે કહેવાય છે કે ગમે તેટલી મોંઘવારી હોય, ધંધામાં મંદી હોય પણ તહેવારો તો ઉજવવાના એટલે ઉજવવાના. એમાં પાછી પાની નહીં સુરતી બચ્ચો એની પરંપરાનો કોઈ તહેવાર ઉજવ્યા વગર બાકી રહે જ નહીં.
એવી આ સુરતની પ્રજા વધતા ભાવોની વચ્ચે પણ દશેરા એ ફાફડા-જલેબી અને ચાંદની પડવા એ ઘારી ભૂસું ના ખાય એ કોઈ કાળે બની જ ના શકે. ત્યારે આજે દશેરા એ ફાફડા નો ભાવ છોડા ફાડી નાંખે એવો રૂ. ૬૦૦ કીલો અને જલેબી રૂ. ૮૦૦ કીલો ના ભાવે વેચાઇ રહ્યા હોવા છતાં સુરતી પ્રજા હોંશે હોંશે ફાફડા જલેબી નો સ્વાદ માણશે ભલે ધંધા માં મંદી ની હવા હોય પણ મોઢા માં મીઠાસ વગર ચાલે જ નહીં.
આમ તો નાસ્તા નો સ્વાદ મોંઘવારી ના માર થી મોંઘો તો કહેવાય સાથે અચ્છે દિન ની મીઠાશ ની જગ્યા એ બહુ મોંઘવારી છે બોલતા બોલતા સુરતી પ્રજા મોજ મસ્તી સાથે ફાફડા-જલેબી આરોગી ને દશેરા નો આનંદ તો માણશે જ.
પરંતુ સુરતી પ્રજા જે ફાફડા-જલેબી આરોગે છે એ ખાવા લાયક હતા કે નહીં, બળેલા તેલ માં ફાફડા વારંવાર તળવામાં આવ્યા હતા કે કેમ? બેશન ખાવાલાયક હતું કે નહીં જલેબી શુધ્ધ ઘી ના નામે માત્ર ઉપર ઘી નો છંટકાવ કરીને વેચવામાં આવે છે કે કેમ? આ બધા નો રીપોર્ટ સુરતી ઓ મસ્તી થી દશેરા નો ફાફડા-જલેબી ખાઈ આનંદ લૂંટી લેશે પછી કેટલાય દિવસે આરોગ્ય ખાતાનો આ રીપોર્ટ આવશે કે ફલાણા ની દુકાન નો માલ ખાવા લાયક નથી. પરંતુ સુરતી ઓ ઝાપટી ગયા ને દિવસો વિતી ગયા પછી એ રીપોર્ટ નું શું? બસ રાબેતા મુજબ થાય છે એમ ધીના ઠામ માં ઘી પડી જશે.
વેપારીઓ માલ વેચીને વાણીયા થઈ જશે અને સુરતી ઓ ફાફડા-જલેબી ખાઈને ભૂલી જશે અને આરોગ્ય ખાતુ પાછા નવા આવનારા તહેવાર ની રાહ જોઈ સેમ્પલો લેવા તૈયાર થઈ જશે. આમ જ ચાલતુ રહ્યુ છે અને ચાલતુ રહેવાનું જ છે.




