રણબીરની ‘રામાયણ ૨’ સાથે થશે ટક્કર દિવાળીએ બોક્સ ઓફિસ પર મહામુકાબલો! પ્રભાસની ‘સ્પિરિટ’ની નવી રિલીઝ ડેટ જાહેર સંદીપ રેડ્ડી વાંગાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ફિલ્મનું નવું પોસ્ટર શેર કરીને રિલીઝની તારીખ જાહેર કરી હતી
સાઉથના સુપરસ્ટાર પ્રભાસની બહુપ્રતીક્ષિત ફિલ્મ ‘સ્પિરિટ’ની રિલીઝ ડેટમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ફિલ્મના દિગ્દર્શક સંદીપ રેડ્ડી વાંગાએ ૧૮ ઑક્ટોબર, ૨૦૨૬ના રોજ ફિલ્મની નવી રિલીઝ ડેટ જાહેર કરી હતી. અગાઉ આ ફિલ્મ ૫ માર્ચ, ૨૦૨૭ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી, પરંતુ હવે તે દિવાળી ૨૦૨૭ના અવસર પર ૨૯ ઑક્ટોબર, ૨૦૨૭ના રોજ વિશ્વભરમાં રિલીઝ થશે. આ જાહેરાત સાથે જ આગામી દિવાળીએ બોક્સ ઓફિસ પર બે મોટી ફિલ્મો વચ્ચે જાેરદાર ટક્કર થવાની શક્યતા ઊભી થઈ છે.ફિલ્મની નવી રિલીઝ ડેટ જાહેર થતાં જ તેની ટક્કર રણબીર કપૂરની ‘રામાયણ: પાર્ટ ૨’ સાથે થવાની ચર્ચા શરૂ થઈ છે. નિતેશ તિવારીના દિગ્દર્શનમાં બની રહેલી ‘રામાયણ’ના બીજા ભાગને પણ દિવાળી ૨૦૨૭ દરમિયાન રિલીઝ કરવાની યોજના છે. એક તરફ પ્રભાસની એક્શનથી ભરપૂર ફિલ્મ ‘સ્પિરિટ’ હશે, તો બીજી તરફ રણબીર કપૂર, યશ અને અન્ય કલાકારોની હાજરી ધરાવતી ભવ્ય પૌરાણિક ફિલ્મ ‘રામાયણ: પાર્ટ ૨’ હશે. જાેકે, બંને ફિલ્મોની એક જ સમયગાળામાં રિલીઝ થવાની જાહેરાત વચ્ચે અંતિમ સમયપત્રક પર દર્શકોની નજર રહેશે.સંદીપ રેડ્ડી વાંગાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ફિલ્મનું નવું પોસ્ટર શેર કરીને રિલીઝની તારીખ જાહેર કરી હતી. તેણે પ્રભાસના ચાહકોને નવા પોસ્ટરની ઝલક આપતાં ફિલ્મને લઈને ઉત્સુકતા વધારી હતી. પોસ્ટરમાં ૨૯ ઑક્ટોબર, ૨૦૨૭ની તારીખ સાથે દિવાળી પર વિશ્વભરમાં રિલીઝ થવાની જાહેરાત કરવામાં આવી છે. ફિલ્મના નવા પોસ્ટર અને તારીખને કારણે પ્રભાસના ચાહકોમાં ઉત્સાહ જાેવા મળી રહ્યો છે.‘સ્પિરિટ’માં પ્રભાસની સાથે અભિનેત્રી તૃપ્તિ ડિમરી મુખ્ય ભૂમિકામાં જાેવા મળશે. આ ફિલ્મ પ્રભાસ અને સંદીપ રેડ્ડી વાંગાની પ્રથમ સાથેની ફિલ્મ છે. આ ફિલ્મ નવ ભાષામાં રિલીઝ થશે, જેમાં અંગ્રેજી, તેલુગુ, હિન્દી, તમિલ, કન્નડ, મલયાલમ, મંદારિન, જાપાની અને કોરિયન ભાષાઓ સામેલ છે. વાંગા અગાઉ ‘અર્જુન રેડ્ડી’, ‘કબીર સિંહ’ અને ‘એનિમલ’ જેવી ફિલ્મો દ્વારા પોતાની અલગ ઓળખ બનાવી ચૂક્યો છે. તેથી પ્રભાસ અને વાંગાની આ નવી જાેડી મોટા પડદા પર શું કમાલ કરે છે તે જાેવું રસપ્રદ રહેશે.




