હૈદરાબાદમાં સની દેઓલનો હનુમાન લુક જાહેર કરાયો નમિત મલ્હોત્રા રામાયણ ફિલ્મ પછી વિવિધ પાત્રો પર આગવી ફિલ્મ બનાવશે નમિત મલ્હોત્રા અંગદ,હનુમાન, જટાયુ, ઇન્દ્રજિત અને શૂર્પણખા વિશે પણ અલગ ફિલ્મો બનાવવા માંગે છે હૈદરાબાદમાં રામાયણની પ્રમોશનલ ઇવેન્ટમાં સની દેઓલનો હનુમાન લુક જાહેર કર્યા બાદ નિર્માતા નમિત મલ્હોત્રાએ જણાવ્યું હતું કે રામાયણ બાદ તેમની જટાયુ અને હનુમાન ફિલ્મો પણ આવશે. સની દેઓલને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી હનુમાન ફિલ્મ પણ નમિત મલ્હોત્રા બનાવી રહ્યા છે.આ ઇવેન્ટમાં નમિત મલ્હોત્રાએ તેમની આગામી ફિલ્મોના પોસ્ટર્સ પણ જારી કર્યા હતા. નમિત મલ્હોત્રાએ તેમનું વિઝન સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે તેઓ હવે રામાયણ ફિલ્મ બનાવી અટકી જવાના નથી. તેઓ હવે અંગદ, જટાયુ, ઇન્દ્રજિત અને શૂપર્ણખા વિશે પણ અલગ ફિલ્મો બનાવી રહ્યા છે. રામાયણમાં આવતાં આ પાત્રો વિશે લોકો જાણે છેે પણ તેમની આગવી કથા શું છે તેની કોઇને જાણ નથી.નમિત મલ્હોત્રાએ જણાવ્યું હતું કે મારી ટીમે એક વિડિયો બનાવ્યો છે જેને હજી જાહેર કરવામાં આવ્યો નથી. જેમાં આ ફિલ્મોના ટીઝર સમાવવામાં આવ્યા છે.જાે કે, આ બધાં પ્રોજેક્ટ્સ વેબ સિરિઝ હશે કે ફ્લ્મિો જ હશે તે બાબતે મલ્હોત્રાએ કશો ફોડ પાડયો નહોતો.




